Maharashtra : ભાજપે અનિલ દેશમુખ વિરુધ્ધ વસૂલી કેસ અંગે ઉઠાવ્યા સવાલ, કહ્યુ “CBIને કોઈ પુરાવા નથી મળ્યા, તો FIR કેમ નોંધવામાં આવી”

|

Aug 29, 2021 | 12:12 PM

CBIની પ્રાથમિક તપાસમાં સચિન વાઝે, પરમબીર સિંહ સહિત ઘણા લોકોના નિવેદનો બાદ સીબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે, 100 કરોડના આરોપમાં અનિલ દેશમુખ સામે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

Maharashtra : ભાજપે અનિલ દેશમુખ વિરુધ્ધ વસૂલી કેસ અંગે ઉઠાવ્યા સવાલ, કહ્યુ CBIને કોઈ પુરાવા નથી મળ્યા, તો FIR કેમ નોંધવામાં આવી
BJP raises questions about recovery case against Anil Deshmukh

Follow us on

Maharashtra :  મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ( Anil Deshmukh ) સામે 100 કરોડની વસૂલી કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેની પ્રાથમિક તપાસમાં કેટલાક નવા ખુલાસા સામે આવ્યા હતા, ત્યારે ભાજપે આ કેસ અંગે પ્રશ્નો ઉઠાવીને જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની તપાસમાં સીબીઆઈને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને CBI અનિલ દેશમુખ સામે ચાલી રહેલી તપાસ બંધ કરવાની તૈયારી કરી રહી છે, તો આ મામલે વધુ ફરિયાદ ( FIR ) કેમ નોંધવામાં આવી ?

અનિલ દેશમુખની તપાસમાં CBIને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

તમને જણાવી દઈએ કે,સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન ( CBI ) ની પ્રાથમિક તપાસમાં સચિન વાઝે, પરમબીર સિંહ ( Former CP Parambir Singh ) સહિત ઘણા લોકોના નિવેદનો બાદ સીબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે ખંડણીના આરોપમાં અનિલ દેશમુખ (Anil Deshmukh) સામે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. CBIએ એક રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, પુરાવાના અભાવે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં.

આ રિપોર્ટમાં વધુ લખવામાં આવ્યું છે કે, આ મામલે વધુ FIR નોંધાવીને તપાસની જરૂર નથી. આવી સ્થિતિમાં આ પ્રાથમિક તપાસને બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે હાલ સવાલ સામે આવી રહ્યા છે કે, જો સીબીઆઈની પ્રાથમિક તપાસમાં અનિલ દેશમુખ સામે કોઈ નક્કર પુરાવા નથી મળ્યા, તો પછી સીબીઆઈ (CBI) દ્વારા તેમની સામે FIR કેમ નોંધવામાં આવી.

મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું

અનિલ દેશમુખ સામેની તપાસ અટકાવવા માટે મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે સીબીઆઈના રિપોર્ટને ટ્વીટ કર્યો છે જેમાં અનિલ દેશમુખ સામેની પ્રાથમિક તપાસ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. તપાસ બંધ થયાના અહેવાલ બાદ પણ FIR દાખલ કરવામાં આવી હતી. હાલ સચિન સાંવતે (Sachin Sawant )સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તેની તપાસની માંગ કરી છે.

 

આ પણ વાંચો: Maharashtra : ત્રીજી લહેર પહેલા તંત્ર એકશનમાં, વિદેશી પ્રવાસીઓ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો

આ પણ વાંચો:  Maharashtra : રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, કહ્યુ ” તેમને મારી ટોપીના ‘કાળા’ રંગમાં વધુ રસ છે”

Published On - 12:00 pm, Sun, 29 August 21

Next Article