Maharashtra : વિધાનસભામાં CM ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરીને લઈને BJP પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ આકરા પાણીએ

CM ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ સર્વિકલ સ્પોન્ડિલાઈટિસની સર્જરી કરાવી છે. બીજી તરફ મુખ્યપ્રધાનની તબિયતને ધ્યાનમાં રાખીને વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરને બદલે મુંબઈમાં (Mumbai) યોજવામાં આવ્યુ છે.

Maharashtra : વિધાનસભામાં CM ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરીને લઈને BJP પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ આકરા પાણીએ
Cm Uddhav Thackeray (File Photo)
| Edited By: | Updated on: Dec 23, 2021 | 4:32 PM

Maharashtra : મહારાષ્ટ્રમાં વિધાનસભાનું શિયાળુ સત્ર (Winter Session) શરૂ થઈ ગયું છે, પરંતુ CM ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) ગેરહાજરીને લઈને રાજકારણ ગરમાયુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil) બુધવારે આ મામલે કહ્યુ હતુ કે, જો ઉદ્ધવ ઠાકરે સ્વસ્થ નથી તો તેમણે વિધાનસભામાં ન આવવું જોઈએ. ઉપરાંત વધુમાં કહ્યુ કે, જો તેમને NCP અને કોંગ્રેસમાં વિશ્વાસ ન હોય તો પુત્ર આદિત્ય ઠાકરેને (Aditya Thackeray) પ્રભારી મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ.

BJP અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કર્યો આ કટાક્ષ

તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ સર્વિકલ સ્પોન્ડિલાઈટિસની સર્જરી કરાવી છે. બીજી તરફ મુખ્યપ્રધાનની તબિયતને ધ્યાનમાં રાખીને વિધાનસભાનું શિયાળુ સત્ર નાગપુરને બદલે મુંબઈમાં (Mumbai) યોજવામાં આવ્યુ છે, કારણ કે ઉદ્ધવને ફ્લાઈટમાં મુસાફરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આ મામલે મુખ્યપ્રધાન પર કટાક્ષ કરીને કહ્યું કે, મુખ્યમંત્રીની તબિયત સારી ન હોય તો તેમણે પોતાની જવાબદારીનો હવાલો અન્ય મંત્રીને આપવો જોઈએ. જો કોઈ પર ભરોસો ન હોય તો પુત્ર આદિત્ય ઠાકરેને હવાલો સોંપવો જોઈએ, પરંતુ એવું લાગે છે કે ઉદ્ધવને તેમનામાં પણ વિશ્વાસ નથી.

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે શું કહ્યું ?

આ અંગે અજિત પવારે (Ajit Pawar) કહ્યુ કે મુખ્યમંત્રી ઠાકરેની તબિયત સારી છે. તે તમામ દિવસો સત્રમાં હાજર રહેશે. તેમનો ચાર્જ કોઈને આપવાની જરૂર નથી. વધુમાં અજિત પવારે કહ્યું કે, ‘ચંદ્રકાંત પાટીલ કહે છે કે રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી કરવામાં આવી છે. શું બોલો છો ? અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે.” આ મામલે આદિત્ય ઠાકરેનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે CM ની તબિયત અત્યારે સારી છે અને જ્યારે તેઓ સાજા થશે ત્યારે તેઓ વિધાનસભામાં આવશે. ત્યારે ઉદ્ધવ ઠાકરેને લઈને હાલ રાજકારણ ગરમાયુ છે.

 

આ પણ વાંચો : ફરી કોરોનાનો ફૂંફાડો : ઓમિક્રોનના ખતરા વચ્ચે આ રાજ્યમાં કોરોના કેસમાં થયો ધરખમ વધારો

આ પણ વાંચો : Mumbai : બોલિવુડ ક્વીન પહોંચી ખાર પોલીસ સ્ટેશન, શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે કંગનાની વધી મુશ્કેલી