Breaking News : ભાજપના ધારાસભ્યને ત્રણ વર્ષની સખત કેદની સજા, કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, જાણો કારણ

મહારાષ્ટ્રના ભાજપ ધારાસભ્ય મહેશ બાલદીને અલીબાગ કોર્ટે 2010ના એક કેસમાં 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અન્ય આરોપીઓ સાથે તેમને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

Breaking News : ભાજપના ધારાસભ્યને ત્રણ વર્ષની સખત કેદની સજા, કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, જાણો કારણ
| Updated on: Nov 19, 2026 | 8:06 PM

મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય મહેશ બાલદીને અલીબાગની કોર્ટે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વર્ષ 2010માં બનેલી એક ઘટનાને લઈને ચાલી રહેલા કેસમાં કોર્ટે મહેશ બાલદી સહિત અન્ય આરોપીઓને પણ દોષિત ઠેરવી સજા સંભળાવી છે. જોકે, ચુકાદા બાદ જ તમામ આરોપીઓને જામીન મળી જતાં તેમની તાત્કાલિક ધરપકડ ટળી છે.

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર મામલો વર્ષ 2010નો છે. તે સમયે ઉરણ વિસ્તારમાં એક યુવતીની છેડતીની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ભાજપના ધારાસભ્ય મહેશ બાલદી અને અન્ય લોકો યુવતીની છેડતી કરનાર વ્યક્તિનો સામનો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સંબંધિત વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, તેની સાથે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ હતો.

આ ઘટના બાદ મહેશ બાલદી સહિત અન્ય લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારથી આ મામલે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી. લાંબા સમય સુધી ચાલેલી સુનાવણી બાદ અલીબાગના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ભાજપના ધારાસભ્ય મહેશ બાલદી અને અન્ય આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

જોકે, સજા જાહેર થયા બાદ આરોપીઓને તાત્કાલિક જામીન મળી ગયા હતા. આ સાથે જ ધારાસભ્ય મહેશ બાલદીને ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આમ, કોર્ટના ચુકાદા બાદ તેમને કાયદાકીય રાહત પણ મળી છે. હવે આ મામલે ઉપલી અદાલતમાં થનારી કાર્યવાહી પર સૌની નજર રહેશે

દાઉદ ઇબ્રાહિમના ઘરને તોડવાની કામગીરી પર લગાવાઈ રોક, જાણો શું છે કારણ

Follow Us
Loading...
Unable to load recommendations.