Gujarati NewsMumbai। Bjp leaders meeting in mumbai mission 2024 plan 12 leaders assigned each has given 2 loksabha constituencies for election preparations
ભાજપનું મિશન 2024 તૈયાર, મહારાષ્ટ્રમાં પોતાના દમ પર બનશે સરકાર, 12 નેતાઓને સોંપવામાં આવી જવાબદારી
આ બેઠકમાં સિંધુદુર્ગ અને રત્નાગીરી લોકસભા સીટની જવાબદારી આશિષ શેલારને સોંપવામાં આવી છે. તે જ સમયે, ધૂલે અને નંદુરબાર બેઠકોની જવાબદારી રાવ સાહેબ દાનવેને આપવામાં આવી છે. સુધીર મુનગંટીવાર બીડ અને જાલના લોકસભા સીટનું નેતૃત્વ કરશે.
BJP Mumbai Meeting
Follow us on
આગામી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને 2024ની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપનો મિશન પ્લાન (BJP Mission Plan 2024) 2024 તૈયાર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સત્તા મેળવવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ કામ માટે 12 અગ્રણી નેતાઓની પસંદગી કરવામાં આવી છે. દરેક નેતાને 2 લોકસભા સંસદીય ક્ષેત્ર અને તેના હેઠળ આવતા વિધાનસભા ક્ષેત્રોની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે બુધવારે (30 માર્ચ) મુંબઈમાં ભાજપની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી ચૂંટણીને લગતી જીતનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પહેલા પણ શિવસેના અને એનસીપી વચ્ચે વધતી જતી નિકટતાને જોતા ભાજપે મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સરકાર બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ બુધવારની બેઠકમાં એક રીતે ભાજપનો આ ઈરાદો લગભગ નક્કી થઈ ગયો છે. આ બેઠકમાં સિંધુદુર્ગ અને રત્નાગીરી લોકસભા સીટની જવાબદારી આશિષ શેલારને સોંપવામાં આવી છે.તે જ સમયે, ધૂલે અને નંદુરબાર બેઠકોની જવાબદારી રાવ સાહેબ દાનવેને આપવામાં આવી છે.સુધીર મુનગંટીવાર બીડ અને જાલના લોકસભા સીટનું નેતૃત્વ કરશે.
ભાજપના નેતાઓ 36 જિલ્લાની મુલાકાત લેશે
આ સિવાય 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે ભાજપના નેતાઓ મહારાષ્ટ્રના 36 જિલ્લાઓની મુલાકાત લેશે.મુંબઈના દરેક વોર્ડમાં ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવશે.આ તમામ કારણોને લીધે આગામી સમયમાં હવામાનના મિજાજની સાથે મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ પણ ગરમ થવા જઈ રહ્યું છે.
‘એક વાર ધોકો ખાધો, ફરી વાર એવું નહિ થાય’
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મિઝોરમ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો છે.આવી સ્થિતિમાં બુધવારની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે ગઠબંધન વિના પોતાના દમ પર સત્તા મેળવવાનો હેતુ આગળ રાખ્યો હતો.સાથે જ તેમણે કહ્યું કે આપણે એક વખત ધોકો ખાધો છે, હવે ફરી વાર એવું નહીં થાય.દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું.
એટલે કે, સ્પષ્ટ છે કે ભાજપ અને શિવસેનાના સંબંધોમાં જે પ્રકારની કડવાશ આવી છે અને શરદ પવાર અને સંજય રાઉતના સંબંધોમાં જે મીઠાશ દેખાઈ રહી છે, તેને જોતા ભાજપ અને શીવસેનાનું ફરી સાથે આવવું એ લગભગ અશક્ય છે. આ વાત કદાચ ભાજપને હવે સંપૂર્ણ રીતે સમજાય ચૂકી છે.