Maharashtra: મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadanvis) શિવસેના પર નિશાન સાધતા BMCને ‘કૌભાંડોનો અડ્ડો’ ગણાવ્યો. આ દરમિયાન ફડણવીસે શિવસેનાના કાળા કારનામાનો પર્દાફાશ કરવા માટે તેમના સાથી BJP કાઉન્સિલર અને BMC જૂથના નેતા પ્રભાકર શિંદેની પણ પ્રશંસા કરી હતી.
વધુમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, BMCમાં (Bombay Municipal Corporation) કૌભાંડો અને લૂંટ ચાલી રહી છે,આ રાજ્યમાં આવું ભાગ્યે જ બન્યું હશે.હું છેલ્લા દોઢ વર્ષથી BMCની પ્રવૃત્તિઓને નજીકથી જોઈ રહ્યો છું. જ્યાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તે પણ કોઈ શરમ વગર…! આવી સ્થિતિમાં કોવિડનું કારણ આપીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક જાણી જોઈને ઓનલાઈન બોલાવવામાં આવી હતી, જેમાં ભાજપના કાઉન્સિલરોને ગૃહમાં બોલવાની એક પણ તક આપવામાં આવી ન હતી.
ઉપરાંત પૂર્વ CM ફડણવીસે આરોપ લગાવ્યો કે, શિવસેનાનું કામ માત્ર અને માત્ર મનસ્વી પદ્ધતિઓથી કામ કરવાનું છે. BMCમાં સત્તારૂઢ શિવસેના સાથે મળીને વિપક્ષ પાર્ટી કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા ઈચ્છતી નથી.આવી સ્થિતિમાં કોઈ પણ પ્રોજેક્ટ પાસ કરતા પહેલા અનેક સવાલોના જવાબ મેળવવા જરૂરી છે, પરંતુ તેઓ માત્ર ઈજારાશાહી ચલાવીને પોતાના નિર્ધારિત ટાર્ગેટ પૂરા કરી રહ્યા છે, જેથી તેમના ખિસ્સા ભરાઈ શકે. જો કે, કોવિડ સમયગાળા દરમિયાન લેવામાં આવેલા BMCના નિર્ણયો પર આજે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જ્યાં તેનું એક કારણ માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર છે.
તમને જણાવી દઈએ કે, રાજધાની મુંબઈમાં પાર્ટીના કાર્યક્રમમાં વાત કરતા ફડણવીસે રસ્તા બનાવવાના ગોટાળા પર BJP કાર્યકરોનું ધ્યાન પણ ખેંચ્યું હતું. ફડણવીસના જણાવ્યા અનુસાર, BMCએ સિમેન્ટના રસ્તા તોડીને ડામરના રસ્તા બનાવ્યા છે. ત્યારે હાલ BJP નેતાએ BMCના ખર્ચનુ વિશેષ ‘CAG ઓડિટ’ કરવા માંગ કરી છે.
આ પણ વાંચો : Maharashtra Unlock: મહારાષ્ટ્ર આ મહિના સુધી સંપૂર્ણ અનલોક થશે, આરોગ્ય મંત્રી રાજેશ ટોપેનો દાવો
Published On - 12:27 pm, Sun, 20 February 22