Video Fact Check : કથિત અશ્લીલ Viral Video પર પૂર્વ MP કિરીટ સોમૈયાની પહેલી પ્રતિક્રિયા, કહ્યું – મેં કોઈ સ્ત્રીનું શોષણ કર્યું નથી

Kirit Somaiya Viral Video : કિરીટ સોમૈયાએ અત્યાર સુધી ભાજપ વિરુદ્ધ પક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચારના અનેક આરોપો લગાવ્યા છે. તેઓએ આવા નેતાઓ વિરુદ્ધ પુરાવાઓ સાથે ED, CBIમાં ફરિયાદ નોંધાવી છે. જેના કારણે અનેક નેતાઓ રાજકીય રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કિરીટ સોમૈયાએ હંમેશા ભ્રષ્ટાચાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પણ કિરીટ સોમૈયા જ હવે મુશ્કેલીમાં છે.

Video Fact Check : કથિત અશ્લીલ Viral Video પર પૂર્વ MP કિરીટ સોમૈયાની પહેલી પ્રતિક્રિયા, કહ્યું - મેં કોઈ સ્ત્રીનું શોષણ કર્યું નથી
kirit somaiya first reaction to controversial video
| Edited By: | Updated on: Jul 18, 2023 | 11:48 AM

Mumbai : ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા હાલમાં રાજકીય રીતે મુશ્કેલીમાં છે. કિરીટ સોમૈયાનો એક કથિત રીતે અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે. તેમની ઉપર મહિલાના શોષણના આરોપો પણ લાગી રહ્યા છે. કિરીટ સોમૈયા(Kirit Somaiya) આ બધા આરોપો ફંગાવ્યા છે.

કિરીટ સોમૈયાએ અત્યાર સુધી ભાજપ વિરુદ્ધ પક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચારના અનેક આરોપો લગાવ્યા છે. તેઓએ અનેક નેતાઓના વિરુદ્ધ પુરાવાઓ સાથે ED, CBIમાં ફરિયાદ નોંધાવી છે. જેના કારણે અનેક નેતાઓ રાજકીય રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કિરીટ સોમૈયાએ હંમેશા ભ્રષ્ટાચાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પણ તે કિરીટ સોમૈયા જ હવે મુશ્કેલીમાં છે. તેમનો એક કથિત રીતે અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો : શરદ પવારના ઘરની સીડીઓ કેમ ચડે છે અજિતના નેતાઓ, કાકા-ભત્રીજા વચ્ચે રંધાઈ રહી છે ખીચડી ?

પૂર્વ MP કિરીટ સોમૈયાએે વાયરલ વીડિયો પર આપી આ પ્રતિક્રિયા

કિરીટ સોમૈયાનો આ વીડિયો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં આ વીડિયોની ચર્ચા થઈ રહી છે. હવે આ કથિત અશ્લીલ વીડિયો પર કિરીટ સોમૈયાની પ્રતિક્રિયા સામે આવી છે. કિરીટ સોમૈયાએ રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં લખ્યું છે કે, “મેં કોઈ સ્ત્રીનું શોષણ કર્યું નથી. મારા પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. કિરીટ સોમૈયાએ કહ્યું છે કે તેની સત્યતા ચકાસવી જોઈએ અને તેની પૂર્ણ તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો :  બેંગલુરુમાં કોંગ્રેસ નું ‘પ્લાન દિલ્હી’ પર મંથન, 38 પક્ષો સાથે NDA કરશે શક્તિ પ્રદર્શન

કિરીટ સોમૈયાનો આ કથિત વીડિયો થયો હતો વાયરલ

 


કિરીટ સોમૈયાનો આ કથિત વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે Tv9 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. આ વીડિયો કિરીટ સોમૈયાનો છે કે નહીં તેની કોઈ પાક્કી માહિતી મળી નથી. પણ આ વીડિયો કિરીટ સોમૈયાના નામે દાવો કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :  Mumbai: ગોરેગાંવમાં આવેલી ફિલ્મ સિટીમાં ઘૂસ્યો દીપડો, લોકો જીવ બચાવવા ભાગ્યા, જુઓ Video

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો