INS Vikrant Case: હાઈકોર્ટમાંથી જામીન મળતાં જ કિરીટ સોમૈયા પહોંચ્યા મુંબઈ, કહ્યું- હોમવર્ક કરવા થયા હતા અંડરગ્રાઉન્ડ

|

Apr 13, 2022 | 11:45 PM

કિરીટ સોમૈયાએ કહ્યું, 'મેં INS વિક્રાંત કેસમાં એક રૂપિયાનું પણ કૌભાંડ કર્યું નથી. રાઉત પાસે કોઈ પુરાવા નથી. તેમણે માત્ર સ્ટંટબાજી જ કરી છે .

INS Vikrant Case: હાઈકોર્ટમાંથી જામીન મળતાં જ કિરીટ સોમૈયા પહોંચ્યા મુંબઈ, કહ્યું- હોમવર્ક કરવા થયા હતા અંડરગ્રાઉન્ડ
Kirit Somaiya

Follow us on

બોમ્બે હાઈકોર્ટમાંથી (Bombay High Court)  બુધવાર ના રોજ  આગોતરા જામીન મળતાની સાથે જ સંપર્ક વિહોણા  ભાજપ  નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya BJP)  સામે આવ્યા હતા.  પ્રવ તેમણે આવીને સ્પષ્ટ કહ્યું  હતું કે આઈએનએસ વિક્રાંત ફંડ (INS Vikrant Case) કેસમાં એક પણ રૂપિયાનું કૌભાંડ થયું નથી. તેના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ ફરાર નથી થયા પરંતુ હોમવર્ક કરવા માટે અંડર ગ્રાઉન્ડ થયા હતા. મુંબઈ આવતાની સાથે જ તેમણે ફરી એકવાર શિવસેના પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા  અને તેમને સમગ્ર મામલાના માસ્ટર માઈન્ડ જણાવતા કહ્યું કે સંજય રાઉત માત્ર એક પ્રવક્તા છે જેણે પુરાવા વગર સ્ટંટ કર્યા છે.

મુંબઈ પહોંચતા જ કિરીટ સોમૈયાએ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા હાઈકોર્ટનો આભાર માન્યો હતો. સોમૈયાએ કહ્યું, ‘મારા પર કોઈ પણ ગુના વિના આરોપ લગાવીને કોઈ બોલતો બંધ  નહિ  કરી શકે. હું ઉદ્ધવ ઠાકરેની સરકારના  મંત્રીઓના કૌભાંડો બહાર લાવતો રહીશ.

કિરીટ સોમૈયા છેલ્લા ચાર દિવસથી નોટ રીચેબલ હતા

કિરીટ સોમૈયા પર ‘સેવ આઈએનએસ વિક્રાંત’ના નામે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવનાર આ નૌકાદળના જહાજને ભંગારમાં જતા બચાવવા અને તેને મ્યુઝિયમ બનાવવા માટે લોકોની દેશભક્તિની લાગણીનો લાભ લઈ તેમની પાસેથી દાન એકત્ર કર્યું. આ રીતે તેમણે 57-58 કરોડ રૂપિયા જમા કર્યા અને તે સગેવગે  થઈ ગયા હતા. સંજય રાઉતના આ આરોપ બાદ એક નાવિકની ફરિયાદ પર ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.જ્યારે ટ્રોમ્બે પોલીસ સ્ટેશન દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ હાજર ન રહ્યા અને  આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં ગયા હતા. જ્યારે કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યારે ધરપકડ ટાળવા માટે તેઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી  ગાયબ હતા . બુધવારે જ્યારે હાઈકોર્ટે તેમની ધરપકડ પૂર્વેની જામીન અરજી સ્વીકારી ત્યારે તેઓ મુંબઈમાં હાજર થયા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

‘મેં એક રૂપિયાનું પણ કૌભાંડ કર્યું નથી, માસ્ટર માઇન્ડ ઉદ્ધવ ઠાકરે’

કિરીટ સોમૈયાએ કહ્યું, ‘મેં INS વિક્રાંત કેસમાં એક રૂપિયાનું પણ કૌભાંડ કર્યું નથી. રાઉત પાસે કોઈ પુરાવા નથી. તેમણે માત્ર સ્ટંટબાજી જ  કરી છે . મને કોર્ટમાં વિશ્વાસ છે. આજે કોર્ટે મારા જામીન મંજૂર કર્યા છે. આ માટે હું મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસનો આભાર વ્યક્ત કરું છું. જો મારી સામે કેસ નોંધીને મારું મોં બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો હું ઠાકરે સરકારને ચેતવણી આપું છું. હું ઠાકરે સરકારના મંત્રીઓના કૌભાંડોને વધુ જોરશોરથી ઉજાગર કરીશ. 

Next Article