મહારાષ્ટ્રના પુણેમાં શિવસેનાના નેતા રઘુનાથ કુચિક (Raghunath Kuchik Shiv Sena) પર લગ્નના બહાને બળાત્કારનો આરોપ લગાવનાર રેપ પીડિતા (Rape Victim) એ અચાનક પોતાના નવા નિવેદનથી સનસનાટી મચાવી દીધી છે. આજે (મંગળવાર, 12 એપ્રિલ) બીજેપી નેતા ચિત્રા વાઘ પર આરોપ લગાવતા પીડિતાએ નિવેદન આપ્યું છે કે તેમણે જ શિવસેનાના નેતા પર આરોપ લગાવવા માટે ઉશ્કેરી હતી. આ કેસમાં રઘુનાથ કુચિક સહિત કુલ આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાનું કહેવું છે કે તેણે આ બધું ચિત્રા વાઘના કહેવા પર જ કર્યું છે.
પીડિતાએ એમ પણ જણાવ્યું હતું કે, ચિત્રા વાઘે તેની પાસે સુસાઈડ નોટ પણ લખાવી. ચિત્રા વાઘે ખોટા મેસેજ બતાવ્યા. તેણે આ મેસેજ ન તો તેણે રઘુનાથ કુચિકને લખ્યા હતા અને ન તો શિવસેનાના નેતાએ આ મેસેજ તેને લખ્યા હતા. પીડિતાનું કહેવું છે કે હવે તે પોલીસની સામે આ બધી વાત કહેવા તૈયાર છે.
ચિત્રા વાઘે અમારી સહયોગી ચેનલ ટીવી9 ભારતવર્ષ ડીજીટલ સાથે વાત કરતાં તેમના સ્પષ્ટીકરણમાં કહ્યું, મેં પીડિતાનું નવું નિવેદન સાંભળ્યું. ખરાબ લાગ્યું. જીવનમાં ક્યારેક તમારે આવા અનુભવોમાંથી પસાર થવું પડે છે. ફેબ્રુઆરીથી હું પીડિતા સાથે એકલી ઊભી હતી અને તેની લડાઈ લડી રહી હતી. ત્યારે કોઈ મદદ માટે ઉભુ થયુ ન હતું. આજે બધા મારી સામે એક થઈને ઉભા છે. આ જોઈને આનંદ થાય છે. હું તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સચીન પવારની હત્યા કરીને સુરત નાસી આવેલા ત્રણ આરોપીની ધરપકડ