ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ-તીર પર પ્રતિબંધ

ShivSena election symbol : ભારતના ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુધ અને તીર પર પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમ થયુ છે.

ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ-તીર પર પ્રતિબંધ
Election Commission ban on Shiv Sena election symbol Dhanush Tir
| Edited By: | Updated on: Oct 08, 2022 | 11:13 PM

Shiv Sena election symbol : ભારતના ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુધ અને તીર પર પ્રતિબંધ મુક્યો છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમ થયુ છે. હવે શિંદે અને ઉદ્ધવ ઠાકરે ગ્રુપ આ ચિન્હનો ઉપયોગ કરી શકશે નહીં. ચૂંટણી પંચને (Election Commission) સોમવારે 10 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યા સુધીમાં  નવા ચૂંટણી ચિન્હના વિકલ્પ આપવા પડશે. શિવશેના પાર્ટીનું નામ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ગ્રુપ ઉપયોગમાં લઈ શકશે નહીં. એટલે કે , 3 નવેમ્બર, 2022ના રોજ થનાર અંધેરી પૂર્વની પેટાચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને શિંદે ગ્રુપ શિવસેનાનું નામ અને ધનુષ-તીરના ચિન્હનો ઉપયોગ કરી શકશે નહીં.

શિંદે ગ્રુપના અલગ થવાથી, ઠાકરે અને શિંદે ગ્રુપ વચ્ચે પાર્ટીના નામ અને ચિન્હને લઈને વિવાદ થયો હતો. આ પહેલા શનિવારે ઉદ્ઘવ ઠાકરે ગ્રુપ દ્વારા પોતાના દાવાના તથ્યો સાથે જોડાયેલા દસ્તાવેજ ચૂંટણી પંચને આપ્યા હતા. આ મામલે ચૂંટણી પંચની મિંટિગ 4 કલાક ચાલી હતી. આ મીટિંગ બાદ ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આ ચિન્હ કોઈ ગ્રુપને નહીં મળશે. બન્ને ગ્રુપ એ હવે પોતાની પસંદ મુજબના ચિન્હો ચૂંટણી પંચ સામે રજૂ કરવા પડશે.

 

નવા ચિન્હો માટે બન્ને ગ્રુપ પાસે સોમવાર સુધીનો સમય

10 ઓક્ટોબર, સોમવાર સુધી બન્ને ગ્રુપ પોતાના ચૂંટણી ચિન્હના પ્રસ્તાવ અને વિકલ્પો રજૂ કરશે. ચૂંટણી પંચના આદેશ બાદ તે ચિન્હો જે તે ગ્રુપના થશે. ઠાકરે ગ્રુપ ઈચ્છતુ હતુ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા ચૂંટણી પંચનો નિર્ણય ન આવે. તે માટે ઠાકરે ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી, જે કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી હતી.

ઠાકરે ગ્રુપને મોટો ઝટકો

ચૂંટણી ચિન્હને લઈને ઠાકરે ગ્રુપ અને શિંદે ગ્રુપ વચ્ચે થોડા સમય પહેલાથી વિવાદ ચાલી રહ્યો હતો. ઠાકરે ગ્રુપનું માનવુ છે કે, આ બધુ શિંદે ગ્રુપ  ભાજપના ઈસારા પર કરી રહી છે. ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે બાલા સાહેબ ઠાકરેની શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ બન્ને છિનવાય ગયા છે. જેના કારણે ઠાકરે ગ્રુપમાં નિરાશા જોવા મળી રહી છે.

 

Published On - 9:46 pm, Sat, 8 October 22