Assembly Election Results: ‘જાવેદ ભાઈ હાર્મોનિયમ પેક કરો, સલીમ ભાઈને ગીત સાંભળવા છે’, ભાજપના આ નેતાએ સંજય રાઉતને માર્યો ટોણો

|

Mar 10, 2022 | 10:34 PM

પશ્ચિમ બંગાળમાં ભાજપની હાર બાદ મમતા બેનર્જીએ પિયાનો વગાડ્યો હતો. શિવસેનાના સાંસદ સંજય રાઉતે હાર્મોનિયમ વગાડ્યું હતું. બીજેપી નેતા મોહિત કંબોજે સંજય રાઉતને આ વાતની યાદ અપાવીને જૂની વાત કરી છે.

Assembly Election Results: જાવેદ ભાઈ હાર્મોનિયમ પેક કરો, સલીમ ભાઈને ગીત સાંભળવા છે, ભાજપના આ નેતાએ સંજય રાઉતને માર્યો ટોણો
Shiv Sena MP Sanjay Raut
Image Credit source: Twitter

Follow us on

આજે (10 માર્ચ, ગુરુવાર) પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો (Assembly Election Results) આવ્યા બાદ મહારાષ્ટ્રના ભાજપના નેતાઓ શિવસેના પર તૂટી પડ્યા છે. શિવસેનાના સાંસદ સંજય રાઉત સૌથી વધુ નિશાના પર છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે. ચૂંટણી પહેલા, સંજય રાઉત પાંચ રાજ્યોમાં (BJP vs Shiv Sena) ભાજપ વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં સૌથી આગળ હતા. તેમણે મણિપુર સિવાય તમામ રાજ્યોમાં ભાજપની હાર કહી હતી. પરંતુ સંજય રાઉતની આ ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ. ભાજપ વિરૂદ્ધનો તેમનો આ આલાપ બેસુરો થઈ ગયો છે. ભાજપે પાંચમાંથી ચાર રાજ્યોમાં મોટી જીત મેળવી છે.

ચૂંટણી પહેલા સંજય રાઉતનું હાર્મોનિયમ ભાજપ માટે ‘પા’ સાથે પરાજયનો સુર સંભળાવતુ હતું, પરંતુ ચૂંટણી પછી આ હાર્મોનિયમે ‘સા’ સાથે સફળતાનો સૂર પુરાવ્યો. એટલે કે તેમના હાર્મોનિયમનો સ્વર ખોવાઈ ગયો છે. ભાજપ પાંચમાંથી ચાર રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. આવા સમયે મહારાષ્ટ્રના બીજેપી નેતાઓએ જુની વાત ફરી ઉખેડી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પશ્ચિમ બંગાળમાં ભાજપની હાર બાદ મમતા બેનર્જીએ પિયાનો વગાડ્યો હતો. શિવસેનાના સાંસદ સંજય રાઉતે હાર્મોનિયમ વગાડ્યું હતું. બીજેપી નેતા મોહિત કંબોજે સંજય રાઉતને આ વાતની યાદ અપાવીને જૂની વાત કરી છે. મોહિત કંબોજે એક ફોટો ટ્વીટ કરીને લખ્યું, ‘જાવેદ ભાઈ, તમારું હાર્મોનિયમ પેક કરો, સલીમ ભાઈને ગીત સાંભળવું છે.’

સલીમ-જાવેદની જોડી એટલે કે સંજય રાઉત-નવાબ મલિક

ગઈકાલે રાઉતે જે વાત કરી હતી, આજે ભાજપે તેને ફરી યાદ કરી

શરૂઆતથી જ, મોહિત કંબોજે નવાબ મલિક અને સંજય રાઉતનો ઉલ્લેખ સલીમ-જાવેદની જોડી તરીકે કર્યો છે. નવાબ મલિક હાલમાં મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. મોહિત કંબોજે મજાકમાં આ ટ્વીટ દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો કે હવે નવાબ મલિક સાથે બેસીને ત્યાં ગીત સંભળાવવાનો સમય નજીક આવી રહ્યો છે. આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

લડાઈ પૂરી નથી થઈ, ચાલુ રહેશે – સંજય રાઉત

સંજય રાઉતે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પર ભાજપ અને AAPને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ કોંગ્રેસની હાર પર એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ વિપક્ષો સાથે મળીને લડ્યા હોત તો ચિત્ર અલગ હોત. પંજાબનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જ્યાં લોકોને વિકલ્પ મળ્યો, ત્યાં લોકોએ ભાજપના વિકલ્પને મત આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે લડાઈ હજુ પૂરી થઈ નથી, લડાઈ ચાલુ રહેશે.

આ પણ વાંચો :  Assembly Election Results: ગોવામાં ભાજપની સફળતા પાછળનું કારણ શું છે? દેવેન્દ્ર ફડણવીસે લીધા બે નામ, શું હતો જીતનો ગેમ પ્લાન?

Next Article