હવે આર્યન ખાનની પૂછપરછ SIT ટીમ કરશે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યુ

|

Nov 07, 2021 | 6:17 PM

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની હવે SIT ટીમ પૂછપરછ કરશે. સુત્રો અનુસાર આ કેસમાં નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ સમન્સ પાઠવવામાં આવ્યુ છે.

હવે આર્યન ખાનની પૂછપરછ SIT ટીમ કરશે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યુ
Aryan Khan

Follow us on

Cruise Drugs Case: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ હવે SIT દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ડ્રગ્સ કેસમાં અન્ય આરોપીઓ સાથે આર્યન ખાનની પણ SIT ટીમ પુછપરછ કરશે. આ માટે આર્યન ખાનને NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યુ છે.

 

SITએ ડ્રગ્સ કેસની તપાસ તેજ કરી

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને (Sameer Wankhede) આ કેસથી હટાવવામાં આવ્યા છે. હવે તેની તપાસ SITની ટીમ દ્વારા કરવામાં આવશે. સંજય સિંહ નામના અધિકારી આ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી અને આર્યન ખાનને પણ અરબાઝ મર્ચન્ટ, અચિત કુમાર સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

 

નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ સમન્સ મોકલવામાં આવ્યુ

ઉપરાંત સમીર વાનખેડેના કાર્યો પર સવાલ ઉઠાવનાર નવાબ મલિકના જમાઈ સમીર ખાનને (Sameer Khan) પણ સમન્સ મોકલવામાં આવ્યુ છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે આર્યન ખાનને રિકવરી માટે ફસાવવામાં આવ્યો છે. NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ પોતાની ખાનગી સેના બનાવી છે.

 

આ સેનામાં કિરણ ગોસાવી, સેમ ડિસૂઝા, મનીષ ભાનુશાલી જેવા લોકો છે. આ લોકો અમીર પરિવારના પરિવાર સાથે સંબંધિત લોકોને અને સેલિબ્રિટીઓને ડ્રગ્સના કેસમાં(Drugs case)  ફસાવે છે અને પછી રિકવર થાય છે. બદલામાં સમીર વાનખેડેએ નવાબ મલિક પર આરોપ મૂક્યો હતો કે તેણે તેના જમાઈ સમીર ખાનનો બદલો લઈ રહ્યા છે.

 

આર્યન ખાનને 30 ઓક્ટોબરે શરતી જામીન પર છોડવામાં આવ્યો હતો

આર્યન ખાન 30 ઓક્ટોબરે આર્થર રોડ જેલમાંથી મુક્ત થયો હતો. તેમની સમક્ષ જામીન માટેની કેટલીક શરતો મૂકવામાં આવી હતી. જેમાં તપાસ અધિકારીઓને જાણ કર્યા વિના મુંબઈ અને દેશની બહાર નહીં જઈ શકે. તેઓ આ કેસ સાથે જોડાયેલા આરોપીઓના સંપર્કમાં રહેશે નહીં. તેણે દર શુક્રવારે એનસીબીની મુંબઈ ઓફિસમાં (NCB Mumbai) હાજર થઈને પૂછપરછમાં સહકાર આપવાનો રહેશે. આ સિવાય આર્યન ખાને સ્પેશિયલ NDPS કોર્ટમાં પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડ્યો.

 

 

આ પણ વાંચો: લલિત હોટલના CCTV ફૂટેજની તપાસ થવી જોઈએ, નવાબ મલિકના આરોપ પર મોહિત કંબોજનો પલટવાર

 

આ પણ વાંચો: આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે ! ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો

Next Article