Aryan Khan Bail Plea Hearing: આર્યન ખાને આજે પણ જેલમાં જ વિતાવવી પડશે રાત, જામીન અરજી પર આવતીકાલે અઢી વાગ્યા બાદ થશે સુનાવણી

|

Oct 26, 2021 | 7:56 PM

શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની (Aryan Khan) જામીન અરજી પર આજે (25 ઓક્ટોબર, મંગળવાર) બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે આવતીકાલે બપોરે 2.30 વાગ્યા પછી સુનાવણી થશે.

Aryan Khan Bail Plea Hearing: આર્યન ખાને આજે પણ જેલમાં જ વિતાવવી પડશે રાત, જામીન અરજી પર આવતીકાલે અઢી વાગ્યા બાદ થશે સુનાવણી
Aryan Khan

Follow us on

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની જામીન અરજી (Aryan Khan Bail Plea Hearing) પર સુનાવણી આજે (25 ઓક્ટોબર, મંગળવાર) મુંબઈ હાઈકોર્ટમાં (Bombay High Court) હાથ ધરવામાં આવી હતી.  આર્યન અને અરબાઝની જામીનની ચર્ચા આજે પૂરી થઈ ગઈ છે. હવે આવતીકાલે બપોરે 2.30 વાગ્યા પછી જામીન અરજી પર સુનાવણી થશે.

 

20 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં સ્પેશિયલ કોર્ટે NDPS એક્ટ હેઠળ જામીન આપવાનો ઈન્કાર કર્યા બાદ આર્યન ખાને તરત જ હાઈકોર્ટમાં સુનાવણી માટે અરજી કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ આજે આર્યન ખાન તરફથી પક્ષ રજૂ કરવા ભારતના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર થયા હતા. તેમણે આર્યન ખાનની ધરપકડને ગેરકાનૂની ગણાવી અને આ કાર્યવાહી પર NCBને ઘેર્યું.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

 

નો રિકવરી , નો મેડિકલ નથી, નો ડ્રગ્સ  છતાં પણ આર્યન ખાનની ધરપકડ કેમ?

તેણે આર્યન ખાન તરફથી નવું સોગંદનામું રજૂ કર્યું હતું. મુકુલ રોહતગીએ પ્રશ્ન કર્યો હતો કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ રિકવર થયું નથી. મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું કે આર્યન ખાન વિરુદ્ધ કાર્યવાહી બાદ હજુ સુધી મેડિકલ તપાસ કરવામાં આવી નથી. જ્યારે કોઈ મેડિકલ તપાસ થઈ નથી તો એનસીબી કયા આધારે આર્યન ખાન પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવી શકે છે. નો રિકવરી, નો મેડિકલ નથી, નો ડ્રગ્સ  છતાં પણ આર્યન ખાન પર NCBએ 27Aની કલમ લગાવી અને ડ્રગ્સ રેકેટનો હિસ્સો ગણાવ્યો.

 

આર્યન ખાન દ્વારા ડ્રગ્સની ખરીદી અને વેચાણ સંબંધિત કોઈ લેવડદેવડ કરવામાં આવી ન હતી

આર્યન ખાન દ્વારા ડ્રગ્સની ખરીદી અને વેચાણ સંબંધિત કોઈ લેવડદેવડ કરવામાં આવી ન હતી. આર્યન આ પાર્ટીને ફાઈનાન્સ કરતો ન હતો તો NCB કેવી રીતે આરોપ લગાવી શકે કે તે ડ્રગ ડીલિંગ કેસમાં સામેલ હતો? મુકુલ રોહતગીએ કહ્યું કે આર્યન ખાન પાસે ક્રૂઝ પાર્ટીની ટિકિટ નહોતી. તે ક્રુઝ સુધી પહોંચ્યો પણ ન હતો. ક્રુઝ પર પહોંચે તે પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.

 

આર્યન ખાનને ટાર્ગેટ કરવામાં આવ્યો – મુકુલ રોહતગી

આર્યન ખાનના જામીનની તરફેણમાં દલીલ કરતા મુકુલ રોહતગીએ કહ્યું કે પ્રતીક ગાભાએ આર્યન ખાનને ક્રૂઝ પર આમંત્રણ આપ્યું હતું. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી 2 ઓક્ટોબરના રોજ થઈ હતી. આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટ પાસેથી 6 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.

 

આર્યન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું ન હતું. એનસીબી કહી રહી છે કે આર્યન ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો. તે વિદેશના લોકોના સંપર્કમાં હતો. આ તમામ બાબતો ટ્રાયલની રીતે છે. ત્યાં તમારે તે સાબિત કરવું પડશે. અરબાઝ મર્ચન્ટ અહીં આર્યન ખાનનો એકમાત્ર મિત્ર હતો. બાકીના 20 સાથે આર્યનને કોઈ લેવાદેવા નથી.

 

આર્યનની કોઈપણ ચેટમાં ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીનો ઉલ્લેખ નથી તો પછી ચેટ તેની સામે પુરાવો કેવી રીતે?

આર્યન ખાનની જે ચેટ્સને લઈને હવાલો આપવામાં આવી રહ્યો છે તેનો મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. તે ચેટ અન્ય કોઈ સંબંધમાં અને બીજી જગ્યા સાથે સબંધિત છે. આ ચેટ 2018-2019ની છે. આર્યન અને અચિતે ઘણા મહિનાઓ પહેલા ચેટ કરી હતી. કોઈ રમત વિશે ચેટ થઈ હતી. પરંતુ તેનું અર્થઘટન અલગ રીતે કરવામાં આવી રહ્યું છે.

 

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીના સંબંધમાં આર્યનની ધરપકડ કરવાનું કોઈ કારણ ન હતું. એટલે કે આર્યન ખાનને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો હતો. એનસીબીએ તેની સત્તાનો દુરુપયોગ કર્યો છે. આર્યનને બીજી તારીખે ક્રુઝમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. તેણે ડ્રગ્સ લીધું ન હતું, તેમ છતાં તેને ફસાવીને નિશાન બનાવવામાં આવ્યો હતો.

 

પાર્ટી થઈ જ નહીં તો પાર્ટી પહેલા જ પકડવા પર ડ્રગ્સ પાર્ટીનો કેસ બન્યો કેવી રીતે?

મુકુલ રોહતગીએ કહ્યું કે આર્યન ખાન બે દિવસ માટે ગોવા જઈ રહ્યો હતો. 2 ઓક્ટોબરે ક્રુઝ મુંબઈથી ગોવા જઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી હતી. રોહતગીએ કહ્યું કે ધારો કે 5-10 યુવકો એકબીજાને ઓળખે છે અને પ્લાન કરે છે કે ચાલો પાર્ટી કરીએ. પરંતુ પાર્ટી થઈ ન હતી. પાર્ટી પહેલા જ પકડવામાં આવ્યો. અરબાઝ પહેલા જ કહી ચૂક્યો છે કે તેની સામે ડ્રગ્સ પ્લાન્ટ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આર્યન ખાનની ધરપકડ સંપૂર્ણપણે ગેરકાનૂની છે.

 

આર્યન ખાનનો મોબાઈલ જપ્ત કરાયો, પંચનામામાં તેનો ઉલ્લેખ કેમ નથી?

મુકુલ રોહતગીએ કોર્ટમાં NCBની કાર્યવાહી પર વધુ એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. રોહતગીએ કહ્યું કે જ્યારે આર્યન ખાન પકડાયો ત્યારે તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. એનસીબીએ તેના પંચનામામાં આનો ઉલ્લેખ કેમ કર્યો નથી? જે મોબાઈલ ચેટ વિશે આટલી બધી વાતો થઈ રહી છે, જેને ક્રૂઝની ડ્રગ્સ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. NCBના પંચનામામાં તે મોબાઈલ ફોનનો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં?

 

આર્યન ખાન ડ્રગ્સ લે છે તો તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં કેમ ન મોકલવામાં આવ્યો?

મુકુલ રોહતગીએ આર્યન ખાનની તરફેણમાં દલીલ કરતા કહ્યું કે એનસીબી વારંવાર સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે આર્યન ખાન ડ્રગ્સ લે છે. જો આર્યન ખાન ડ્રગ્સ લે છે તો NCBએ તેને અત્યાર સુધીમાં વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલી દેવો જોઈતો હતો.

 

NCBએ હજુ સુધી આર્યન ખાનને વ્યસન મુક્તિ કેન્દ્રમાં કેમ મોકલ્યો નથી? શા માટે તેને 20 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો? રોહતગીએ કહ્યું કે આ યુવા બાળકો છે. કાયદો કહે છે કે તેમની સાથે પીડિત તરીકે વ્યવહાર થવો જોઈએ, આરોપી તરીકે નહીં. જો તેમણે સેવન કર્યું હોય તો પણ તેમનું પુનર્વસન થવું જોઈતું હતું, કસ્ટડીમાં રાખવા જોઈતા ન હતા.

 

જણાવી દઈએ કે મુકુલ રોહતગી આર્યન ખાનની તરફેણમાં દલીલો કરતા પહેલા અત્યાર સુધી સતીશ માનેશિંદે અને અમિત દેસાઈએ આર્યનની તરફેણમાં દલીલો રજૂ કરી હતી. આ ઉપરાંત વકીલોની ટીમમાં આનંદિની ફર્નાન્ડિસ અને રૂસ્તમ મુલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ હાઈકોર્ટમાં NCBનો પક્ષ રાખતા હતા.

 

NCBએ કર્યો આર્યન ખાનને જામીન આપવાનો સખત વિરોધ

NCBએ આર્યન ખાનના જામીનનો જોરદાર વિરોધ કર્યો હતો. એનસીબીએ આર્યન ખાન પર ડ્રગ્સ લેવાનો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. NCBએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે સાક્ષીઓને ખરીદવામાં આવી રહ્યા છે. પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એનસીબીએ શાહરૂખની મેનેજર પૂજા દદલાનીનું નામ આપ્યું અને કહ્યું કે તે આ કામમાં લાગી છે.

 

એનસીબીએ કહ્યું કે જામીન અરજી ફગાવી દેવા માટે આ કારણ પૂરતું છે. જો આર્યનને જામીન આપવામાં આવે તો પુરાવાનો નાશ થઈ શકે છે. આર્યન દેશ છોડીને જઈ શકે છે. આર્યન જ નહીં પરંતુ એનસીબીએ આર્યન ખાનના સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમીચાને પણ જામીન ન આપવાની અપીલ કરી હતી.

 

મેં NCB અધિકારીઓ સામે કોઈ આરોપ નથી મુક્યો

આ પહેલા આર્યને બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં લખ્યું હતું કે તે પ્રભાકર સાઈલને ઓળખતો નથી. તેના કેસને લગતા આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. તેનાથી તે અજાણ છે. આ અધિકારીઓ અને રાજકીય લોકો વચ્ચેનો મામલો છે.

 

આ કેસના એક સાક્ષી કે.પી. ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે આરોપ લગાવ્યો હતો કે આર્યનના કેસને દબાવવા માટે ગોસાવીએ સેમ ડિસૂઝા નામની વ્યક્તિને કહ્યું હતું કે તે શાહરૂખ ખાનના મેનેજર સાથે 25 કરોડ ની ડીલ કરે અથવા 18 કરોડમાં ડીલ સેટલ કરે. આમાંથી 8 કરોડ રૂપિયા NCB અધિકારી સમીર વાનખેડેને આપવાની વાત હતી.

 

સુનાવણી શરૂ કરતા પહેલા ન્યાયાધીશે ભીડ ઘટાડવાનો નિર્દેશ આપ્યો હતો

ક્રુઝ પર ડ્રગ્સ મળવાના મામલામાં સુનાવણી પહેલા બોમ્બે હાઈકોર્ટે ભીડ ઓછી કરવા માટે કેસ સાથે જોડાયેલા 45-55 લોકોને જ કોર્ટમાં રહેવા કહ્યું હતું. પોલીસને સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે કે ભીડ ઓછી થાય. આ નિર્ણય કોરોનાને કારણે લેવામાં આવ્યો છે. આર્યન ખાનની જામીન અરજીનો મેટર નંબર 57 હતો.

 

 

આ પણ વાંચો :  મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક, રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Next Article