મુંબઈ પોલીસે (Mumbai Police) બુધવારે જણાવ્યું હતું કે તેમણે ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસના સંબંધમાં કરવામાં આવેલા ગેરવસૂલીના આરોપોની તપાસ કોઈ પુરાવા ન મળવાને કારણે અટકાવી દીધી છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો ( Bollywood superstar Shah Rukh Khan) પુત્ર આર્યન (Aryan Khan) ડ્રગ્સ જપ્તી કેસમાં આરોપીઓમાંનો એક છે. હાલ તે જામીન પર બહાર છે.
ન્યુઝ એજન્સી ANI અનુસાર મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી હતી અને લગભગ 20 લોકોની પૂછપરછ કરી હતી. હજી સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, કારણ કે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.
Investigation of alleged extortion matter in connection with drugs on cruise case halted until next order. Mumbai Police had constituted SET (Special Enquiry Team) to investigate & had questioned around 20 people. No case registered so far as no evidence found yet: Mumbai Police
— ANI (@ANI) December 22, 2021
થોડા દિવસો પહેલા આર્યન ખાનને મળી હતી રાહત
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને તાજેતરમાં જ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી હતી. આ કિસ્સામાં આર્યન ખાને દર અઠવાડિયે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઓફિસમાં હાજરી આપવાની જરૂર નથી.
એનસીબીના સાક્ષી બનેલા પ્રભાકરે ખુલાસો કર્યો હતો કે ગોસાવીએ આર્યન ખાનને કેસમાંથી બહાર કાઢવા માટે 25 કરોડ રૂપિયાની સ્પષ્ટ માંગણી કરી હતી. આ ઘટના સામે આવતાની સાથે જ મુંબઈ પોલીસે SIT ટીમ બનાવી અને મામલાના તળિયે જવાનો પ્રયાસ કર્યો. કહેવાય છે કે આ મામલે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની ગોસાવી અને સેમ ડિસોઝાને મળવા આવી હતી. પ્રભાકરે એ વાત સામે લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો કે મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં પૂજા દદલાની પોતાની બ્લુ કારમાં ગોસાવી અને સેમને મળવા આવી હતી.
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય 19 લોકોની બાદમાં ક્રુઝ ડ્રગ્સ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાયું હતું. એનસીપી લીડર નવાબ મલિકે સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા એનસીબી ઓફિસર સમીર વાનખેડે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. મલિકે NCB અધિકારી પર વારંવાર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ક્રુઝ ડ્રગ્સ કેસ ‘બનાવટી’ છે. ત્યારબાદ સમાર વાનખેડેના પિતા કોર્ટમાં પહોચ્યા હતા. આ તરફ ભાજપ નેતાઓએ પણ નવાબ પર પણ ઘણા આરોપો લગાવ્યા હતા.
Published On - 11:59 pm, Wed, 22 December 21