સ્પેશિયલ NDPS કોર્ટમાં સમીર વાનખેડેએ રજુ કર્યુ સોગંદનામુ, કહ્યુ, “ડ્રગ્સ કેસને લઈને મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે”

|

Oct 25, 2021 | 1:33 PM

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં સાક્ષીના ખુલાસા બાદ ઘેરાયેલા NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ સ્પેશિયલ NDPS કોર્ટમાં કહ્યું કે, "તેમને અને તેમના પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે."

સ્પેશિયલ NDPS કોર્ટમાં સમીર વાનખેડેએ રજુ કર્યુ સોગંદનામુ, કહ્યુ, ડ્રગ્સ કેસને લઈને મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે
Sameer Wankhede (File Photo)

Follow us on

Aryan Khan Drugs Case : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ સ્પેશિયલ NDPS કોર્ટમાં કેસનું સોગંદનામુ રજુ કરીને ન્યાયાધીશ સમક્ષ જણાવ્યુ કે, “આ ડ્રગ્સ કેસને લઈને તેમને અને તેમના પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તે તપાસ માટે તૈયાર છે.”

ડ્રગ્સ કેસને લઈને મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે : સમીર વાનખેડે

OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર

વધુમાં તેમણે (Sameer Wankhede) જણાવ્યુ કે, મારી બહેન અને મૃત માતા સહિત મારા પરિવારને આ કેસમાં સામેલ કરવામાં આવ્યો છે. આર્યન ડ્રગ્સ કેસમાં NDPS કોર્ટ સમક્ષ બે સોગંદનામા રજુ કરવામાં આવ્યા છે. જેમાં એક NCB એ જ્યારે એક સમીર વાનખેડેએ રજુ કર્યુ છે.

NCB આ મામલે તપાસ કરશે

આ સમગ્ર મામલે NCB એ જણાવ્યુ હતુ કે, સમીર વાનખેડે સામેના આરોપોની તપાસ કરવામાં આવશે, વાનખેડે સિવાય અન્ય અધિકારીઓના (NCB Officers) નિવેદન પણ નોંધવામાં આવશે. DDG NR જ્ઞાનેશ્વર સિંહ દ્વારા મામલાની તપાસ કરવામાં આવશે. આ મામલે તપાસ કર્યા બાદ જ્ઞાનેશ્વર સિંહ પોતાનો તપાસ રિપોર્ટ NCB ના DG ને સુપરત કરશે. જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, અમારા DGને DDG SWR તરફથી રિપોર્ટ મળ્યો હતો, તેમણે વિજિલન્સ સેક્શનને તપાસ માટે આદેશ કરવામાં આવ્યા છે. હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવશે.

કેસના સાક્ષી પ્રભાકર સૈલે સોગંદનામામાં ચોંકાવનારો  દાવો કર્યો

ઉલ્લેખનીય છે કે, કેસના સાક્ષી પ્રભાકર સૈલે (Prabhakar Sail) તેના એક સોગંદનામામાં દાવો કર્યો છે કે તેણે કેપી ગોસાવી અને સેમ ડિસોઝા વચ્ચે 18 કરોડની ડીલ વિશે સાંભળ્યું હતું, જેમાં 8 કરોડ સમીર વાનખેડેને મળવાના હતા.

શું છે સમગ્ર મામલો ?

બાદમાં આ મામલે સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશનરને (Mumbai Police Commissioner) પત્ર લખ્યો હતો, જેમાં વાનખેડેએ કહ્યું છે કે તેને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેને જેલમાં કેદ કરવાની અને નોકરી પરથી હટાવવાની ધમકી આપવામાં આવી છે. સમીર વાનખેડેએ પોલીસ કમિશનર પાસે માગ કરી છે કે આ મામલે તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવે.

 

આ પણ વાંચો : Aryan Khan Drug Case: ડ્રગ કેસ મામલે આજે ફરી એનસીબી કરશે અનન્યા પાંડેની પુછપરછ, સાક્ષીના ખુલાસા બાદ ઉઠયા સવાલો

આ પણ વાંચો : Aryan khan drug case : આર્યન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના એન્કરે કહ્યું, શાહરૂખે ભારત છોડી પરિવાર સાથે પાકિસ્તાન આવી જવું જોઈએ

Published On - 1:32 pm, Mon, 25 October 21

Next Article