Drugs Case : મોહિત કંબોજે નવાબ મલિકના આરોપોનો વળતો જવાબ આપ્યો છે. મોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મેં પોતે દાઢીવાળા વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો. તે દાઢીવાળો કાશિફ ખાન (Kashif Khan) છે. મોહિતે વધુમાં કહ્યું કે, આસિફ ખાનનો મંત્રી અસલમ શેખ સાથે શું સંબંધ છે જે તેને વારંવાર ક્રુઝ પર આવવા માટે કહેતો હતો. લલિત હોટલમાં દારૂ, શબાબ અને કબાબ સાથે ચોથું નામ નવાબ હતું.
ઉપરાંત મોહિતે કહ્યું કે, ચિંકુ પઠાણ અને સમીર ખાન વચ્ચે શું સંબંધ છે. નવાબ મલિકે આ વાતનો ખુલાસો કરવો જોઈએ. નવાબ મલિકે કહ્યું હતુ કે, હું ક્યારેય સુનીલ પાટીલને મળ્યો નથી. પરંતુ સુનીલ પાટીલે પોતે પત્રકાર પરિષદમાં તેની કબૂલાત કરી છે. છેલ્લા 5 વર્ષમાં હું ક્યારેય લલિત હોટેલમાં ગયો નથી.
અજિત પવારની ચિંકુ પઠાણ સાથે મુલાકાત
મોહિત કંબોજે આરોપ લગાવ્યો કે, અજિત પવાર (Ajit Pawar) પાસે 1400 કરોડની સંપત્તિ ક્યાંથી આવી, આ નવાબ મલિકે ખુલાસો કરવો જોઈએ. તેમજ મલિકે એ પણ ખુલાસો કરવો જોઈએ કે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં બંધ રૂમમાં અંડરવર્લ્ડના લોકો સાથે કયા નેતાએ વાતચીત કરી. અનિલ દેશમુખ અને ચિંકુ પઠાણની 20 જાન્યુઆરી 2020ના રોજ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મીટિંગ થઈ હતી, જે દાઉદ ઈબ્રાહિમનો માણસ છે.
નેતાઓના બાળકો કાશિફ ખાન સાથે પાર્ટી કરતા હતા
મલિકે દાવો કર્યો હતો કે, તાજ પ્રેસિડન્સી હોટલના ખાનગી શૂટમાં ઘણા નેતાઓના બાળકો કાશિફ ખાન (Kashif Khan) સાથે પાર્ટી કરતા હતા, આ મામલે મોહિતે કહ્યુ કે, મલિકે લલિત હોટલના સીસીટીવીનો (CCTV Footage) કબજો લઈને તપાસ કરવી જોઈએ, હું ત્યાં જતો હતો કે નવાબ મલિક જતો હતો, તે સમગ્ર મામલો સ્પષ્ટ થશે.
નવાબ મલિકે તેમની સંપત્તિ જાહેર કરવી જોઈએ
વધુમાં મોહિત કંબોજે કહ્યું કે, નવાબ મલિકે 3000 કરોડની પ્રોપર્ટી (Property) કેવી રીતે બનાવી તેનો ખુલાસો થવો જોઈએ. અમે ડ્રગ્સ ફ્રી મુંબઈ પર કામ કરી રહ્યા છીએ. મેં ક્યારેય કહ્યું નથી કે હું ભાજપનો નેતા છું. મોહિતે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: આર્યનને લઈને શાહરૂખ ખાનને ડરાવવામાં આવી રહ્યો છે ! ડ્રગ્સ કેસમાં નવાબ મલિકનો ચોંકાવનારો દાવો
આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખને આ તારીખ સુધી મોકલ્યા EDની કસ્ટડીમાં, NCBએ જ્યુડિશિયલ કસ્ટડીનો કર્યો હતો વિરોધ