આર્યન ડ્રગ્સ કેસમાં નવો વળાંક, સાક્ષી પ્રભાકર સાઇલની બીજા દિવસે પણ 11 કલાક સુધી પૂછપરછ

|

Nov 10, 2021 | 1:45 PM

ડ્રગ્સ કેસના સાક્ષી સાઇલે એક એફિડેવિટમાં આક્ષેપ કર્યો હતો કે, આર્યન ડ્રગ્સ કેસમાં (Aryan Drugs Case) ખંડણી ઉધરાવવામાં આવી છે. તેમજ તેમાં NCB ના ઝોનલ ડાયરેક્ટ સમીર વાનખેડે પણ સામેલ છે.

આર્યન ડ્રગ્સ કેસમાં નવો વળાંક, સાક્ષી પ્રભાકર સાઇલની બીજા દિવસે પણ 11 કલાક સુધી પૂછપરછ
Aryan Drugs Case

Follow us on

Aryan Drugs Case : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની વિજિલન્સ ટીમે અભિનેતા શાહરૂખ ખાન(Actor Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan Drug Case) ડ્રગ્સ કેસમાં કથિત રિકવરી પ્રયાસના સંબંધમાં સાક્ષી પ્રભાકર સાઈલની બીજા દિવસે પણ 11 કલાક સુધી પુછપરછ કરી હતી.તમને જણાવી દઈએ કે,સાઇલ સોમવારે પણ NCBની વિજિલન્સ ટીમ સમક્ષ હાજર થયો હતો અને લગભગ 10 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પ્રભાકર સાઈલને હવે NCBની ઓપરેશનલ ટીમનું તેડુ

વિજિલન્સ ટીમે જણાવ્યું હતું કે, પ્રભાકર સાઈલના (Prabhakar Sail) કાગળ પર અને વિડિયોગ્રાફી બંને પર નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા છે. ત્યારે વિજિલન્સ ટીમ હવે આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોના વધુ નિવેદન લેશે. ઉપરાંત  NCBની ઓપરેશનલ ટીમે પ્રભાકરને 11 નવેમ્બરે બપોરે 3 વાગ્યે NCB ઓફિસમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યુ છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

ડ્રગ્સ કેસમાં NCB ની વિજિલન્સ ટીમે તપાસ તેજ કરી

તમને જણાવી દઈએ કે,પ્રભાકર સાઈલના વકીલ હેમંત ઈંગલેએ જણાવ્યું કે, NCBની ઓપરેશનલ ટીમે પ્રભાકર સાઈલને પોતાનું નિવેદન આપવા માટે સત્તાવાર રીતે સમન્સ પાઠવ્યું છે. પ્રભાકર સાઈલને ગુરુવારે બપોરે 3 વાગ્યે હેડ ઑફિસ મુંબઈ ખાતે NCBની ઑપરેશન ટીમ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અગાઉની પૂછપરછમાં પ્રભાકર સાઈલે NCBની વિજિલન્સ ટીમને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે(Sameer Wankhede)  ખંડણી માંગવાના ષડયંત્રમાં સામેલ છે.

સમીર વાનખેડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા

એનસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે સાઇલ તેના વકીલ તુષાર ખંડારે સાથે લગભગ 11:55 વાગ્યે ઉપનગરીય બાંદ્રામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) મેસમાં પહોંચ્યો હતો. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહના નેતૃત્વમાં NCBની વિજિલન્સ ટીમે સાઈલની પુછપરછ હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે, સિંઘ ફેડરલ એન્ટી-ડ્રગ્સ એજન્સીના ચીફ વિજિલન્સ ઓફિસર (CVO) પણ છે.

એનસીબીના સાક્ષી સાઇલે ગયા મહિને એક એફિડેવિટમાં આક્ષેપ કર્યો હતો કે, આર્યન ડ્રગ્સ કેસમાં (Aryan Drugs Case) ખંડણી ઉધરાવવામાં આવી છે. જેમાં NCB ના ઝોનલ ડાયરેક્ટ સમીર વાનખેડે પણ સામેલ હોવાનો તેણે દાવો કર્યો છે.ઉલ્લેખનીય છે કે, આર્યન ડ્રગ્સ કેસની તપાસ હાલ SIT ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. સિંઘની આગેવાની હેઠળની આ ટીમે આ પહેલા વાનખેડે સહિત આઠ લોકોના નિવેદન નોંધ્યા હતા.

 

આ પણ વાંચો: Breaking : નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર લગાવ્યા ગંભીર આરોપ, અંડરવર્લ્ડ અને નકલી નોટના ધંધા સાથે પણ જોડ્યુ કનેક્શન

આ પણ વાંચો: Sameer Wankhede Case: માનહાનિ અને SC/ST એક્ટ બાદ નવાબ મલિક સામે વધુ એક FIR નોંધાઈ, હવે મહિલાઓ સાથે અભદ્રતાનો કેસ

Next Article