Antilia-Sachin vaze case : મુંબઈ હાઈકોર્ટે પરમબીરસિંહને લગાવી ફટકાર, બધું જ જાણતા હોવા છતાં કેમ ન કરી FIR?

|

Mar 31, 2021 | 10:10 PM

Antilia-Sachin vaze case : FIR વગર CBI તપાસ શક્ય નથી એમ કહી મુંબઈ હાઈકોર્ટે પરમબીરસિંહની અરજી ફગાવી છે.

Antilia-Sachin vaze case : મુંબઈ હાઈકોર્ટે પરમબીરસિંહને લગાવી ફટકાર, બધું જ જાણતા હોવા છતાં કેમ ન કરી FIR?
ફાઈલ ફોટો : મુબઈ હાઈકોર્ટ

Follow us on

Antilia-Sachin vaze case : મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરૂદ્ધ CBI તપાસની માંગ સાથે પહેલા સુપ્રીમ કોર્ટ અને બાદમાં મુંબઈ હાઈકોર્ટ પહોચેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહને મુંબઈ હાઈકોર્ટે ફટકાર લગાવી છે.

મુંબઈ હાઈકોર્ટે લગાવી ફટકાર
દર મહીને 100 કરોડની વસુલીના ટાર્ગેટ અંગે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરૂદ્ધ CBI તપાસની પરમબીરસિંહની અરજી ફગાવતા મુંબઈ હાઈકોર્ટે તેમને ફટકાર લગાવી છે. મુંબઈ હાઈકોર્ટે પરમબીરસિંહને કહ્યું પૂછ્યું કે તેઓ પોલીસ કમિશ્નરના પદ પર હતા અને આ સમગ્ર ઘટનાની જાણ હતી, આમ બધું જ જાણતા હોવા છતાં કેમ FIR ન કરી ?

FIR વગર CBI તપાસ શક્ય નથી
મુંબઈ હાઈકોર્ટે પરમબીરસિંહની CBI તપાસની અરજી ફગાવતા કહ્યું કે FIR વગર CBI તપાસના આદેશ આપવા શક્ય નથી. કોર્ટે પરમબીરસિંહને પ્રશ્ન કર્યો કે એવું એક ઉદાહરણ આપો જેમાં FIR વગર CBI તપાસના આદેશ આપ્યા હોય અથવા CBI તપાસ થઇ હોય. મુંબઈ હાઈકોર્ટે પરમબીરસિંહની અરજી ફગાવતા કહ્યું કે પહેલા FIR કરો અને પછી CBI તપાસની માંગ કરો. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તાએ કહ્યું કે જો તમે પોલીસ અધિકારી છો, તો તમારે કાયદાનું પાલન કરવું જરૂરી નથી? શું પોલીસ અધિકારીઓ, પ્રધાનો અને રાજકારણીઓ કાયદાથી ઉપર છે ? પોતાને કાયદાથી ઉપરનું માનવાનું ભૂલશો નહીં.આ સાથે જ હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં અરજી કરવા સૂચન કર્યું છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પરમબીરસિંહની અરજીમાં આ બાબતોનો સમાવેશ
પરમબીરસિંહે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે ગૃહપ્રધાન દેશમુખે સસ્પેન્ડેડ પોલીસકર્મી સચિન વાઝેને દર મહિને મુંબઈના રેસ્ટોરન્ટ અને બારમાંથી 100 કરોડ રૂપિયા વસુલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. ફેબ્રુઆરીમાં આ મામલે અનિલ દેશમુખની તેમના નિવાસસ્થાને બેઠક થઈ હતી, જેમાં સચિન વાઝે અનિલ દેશમુખને મળવા આવ્યા હતા.અરજીમાં પરમબીરસિંહે વિનંતી કરી છે કે કોર્ટ દ્વારા અનિલ દેશમુખના ઘરની આજુબાજુના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવે અને તેની ઝડપથી તપાસ કરવવામાં આવે નહીં તો પુરાવાને નષ્ટ કરવાનો પ્રયાસ થઇ શકે છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી હતી
પરમબીરસિંહે આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અનિલ દેશમુખ વિરૂદ્ધ CBI તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પરમબીરસિંહની અરજી ફગાવતા કહ્યું કે આ અરજીમાં અનિલ દેશમુખને પક્ષકાર કેમ નથી બનાવાયા? સાથે જ કોર્ટે એ પણ કહ્યું કે પરમબીરસિંહે પહેલા હાઈકોર્ટમાં અરજી કેમ ન કરી? જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું એ પરમબીરસિંહની અરજીમાં અનિલ દેશમુખ પર લગાવામાં આવેલા આરોપો ગંભીર છે.

Published On - 10:07 pm, Wed, 31 March 21

Next Article