Anna Hazare : ગુરુવારે રાત્રે સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત અચાનક બગડી હતી. છાતીમાં દુ:ખાવો થતાં તેમને પુણેની (Pune) ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
રૂબી હોલ ક્લિનિકના (Ruby Hall Clinic) મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. અવધૂત બોડામવાડે (Avadhut Bodamwade) જણાવ્યું હતું કે, અન્ના હજારેને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેઓને હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
અન્ના હજારેની એન્જીયોગ્રાફી કરવામાં આવી છે
અહેવાલો અનુસાર, અન્ના હજારેની એન્જીયોગ્રાફી (Angiography) કરવામાં આવી છે, જેથી ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. સામાજીક કાર્યકરની તબિયત લથડતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ અન્ના હજારેની તબિયત વિશે પૂછપરછ કરી હતી. સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ કહ્યું કે, હમણાં જ જાણવા મળ્યું છે કે અન્ના હજારેને પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ જલ્દી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.
Anna Hazare was admitted to Ruby Hospital in Pune following chest pain. He has been kept under observation and stable: Dr Avdhut Bodamwad, Medical Superintendent, Ruby Hall Clinic
(File photo) pic.twitter.com/3yGt4t6UsV
— ANI (@ANI) November 25, 2021
અન્ના હજારેને દિલ્હી આંદોલન બાદ સૌથી વધુ નામના મળી હતી
પુણેના રહેવાસી અન્ના હજારે દેશમાં અનેક મોટા આંદોલનોનું (Movement) નેતૃત્વ કરવા માટે જાણીતા છે. તેમણે માહિતી અધિકાર માટે કામ કર્યું હતુ તેમજ જનલોકપાલની માગણી માટે 2011માં તેમના ઉપવાસથી તેમને સૌથી વધુ ઓળખ મળી હતી. દિલ્હીનું આ આંદોલન વિશ્વભરમાં અન્ના આંદોલનના નામથી જાણીતું હતું. જેના કારણે તેને ભારત બહાર પણ ઓળખ મળી હતી. અન્ના હજારેને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Maharashtra: ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં પરમબીરસિંહ સાથે 6 કલાક સુધી ચાલી પુછપરછ, તેમની વિરૂદ્ધ 5 કેસ છે દાખલ
આ પણ વાંચો : Maharashtra: 1 ડિસેમ્બરથી સ્કૂલે જઈ શકશે 1થી 7 ધોરણના વિદ્યાર્થીઓ, સરકારે ફરીથી ફિઝિક્લ કલાસને આપી મંજૂરી