મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીને લઈને એક નિવેદન આપ્યું છે. ડેપ્યુટી મુખ્યપ્રધાનના પત્નીએ વડાપ્રધાન મોદીને નવા ભારતના રાષ્ટ્રપિતા ગણાવ્યા છે. એટલું જ નહીં અમૃતા ફડણવીસે કહ્યું કે મારૂ માનવું છે કે મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા છે, ત્યારે વડાપ્રધાન મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા છે. ભારતના બે રાષ્ટ્રપિતા છે. એક પહેલા હતા, એક નવા ભારતના રાષ્ટ્રપિતા છે. તમને જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ રાષ્ટ્રપિતા કહીને કર્યો હતો. ત્યારે પણ તેમની પર ટીકા-ટિપ્પણી થઈ હતી પણ ત્યારબાદ પણ તે પોતાના નિવેદન પર અડગ છે.
વધુમાં અમૃતા ફડણવીસે કહ્યું કે હું માત્ર મારી માતા અને સાસુથી ડરૂ છું. હું વધારે રાજકીય નિવેદન તે માટે નથી આપતી કારણ કે તેનાથી મને અને દેવેન્દ્રજી, અમને બંનેને નુકસાન થાય છે. તેનો ફાયદો બીજા લોકો ઉઠાવે છે. હું વધારે બોલુ છું તેવી ફરિયાદ આરએસએસને પણ કરવામાં આવી હતી, આ સાચુ છે પણ હું જેવી છું, તેવી છું. ઈમેજ બનાવવા માટે હું કોઈ ફેરફાર કરતી નથી.
આ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર એક અલગ જ અંદાજમાં ટ્વીટ કર્યુ હતું. તેમને 17 સપ્ટેમ્બરે લખ્યું હતું કે ‘આજે આધુનિક ભારતના રાષ્ટ્રપિતા માનનીય નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર અમે તેમના વિઝન, મિશન અને સપનાના અનુરૂપ કામ કરવાનો સંકલ્પ લઈએ છીએ, જે તેમને ન્યૂ ઈન્ડિયા માટે જોયું છે. આવો બધા સાથે મળીને પોતાના દેશને સ્વચ્છ, ભ્રષ્ટ્રાચાર મુક્ત અને આર્થિક ગતિવિધિઓને કેન્દ્ર બનાવો.’
Today on birthday of father of Modern India Hon Shri @narendramodi ji,we pledge to work in line with his vision, mission & dream which he has seen for New India!
Together let’s make our country Clean, Green,corruption free, hub of innovations & economic activity#HappyBdayModiji pic.twitter.com/Fv9z88QUsa— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) September 17, 2022
અમૃતા ફડણવીસે કહ્યું કે જે 24 કલાક રાજનીતિ અને સમાજ માટે આપી શકે છે અને જે તેના લાયક છે, તેમને જ મુખ્યમંત્રી હોવું જોઈએ. દેવેન્દ્રજી 24 કલાક સમાજના કામ માટે આપે છે. હું રાજનીતિના કામમાં મારા 24 કલાક આપી શકતી નથી. તેથી મારી રાજનીતિમાં આવવાની કોઈ ઈચ્છા નથી.