મહારાષ્ટ્રના ડેપ્યુટી CMની પત્નીને બ્લેકમેલ કરનાર વ્યક્તિની ગુજરાતમાંથી ધરપકડ, ફડણવીસે વિધાનસભામાં લીધું હતું તેનું નામ

|

Mar 20, 2023 | 6:47 PM

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને ધમકી આપવા અને બ્લેકમેલ કરવાના આરોપસર આરોપી અનિલ જયસિંઘાનીની ગુજરાતમાંથી ધરપકડ કરી છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી CMની પત્નીને બ્લેકમેલ કરનાર વ્યક્તિની ગુજરાતમાંથી ધરપકડ, ફડણવીસે વિધાનસભામાં લીધું હતું તેનું નામ

Follow us on

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને ધમકાવવા અને બ્લેકમેલ કરવાના આરોપમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપી અનિલ જયસિંઘાણીની ગુજરાતમાંથી ધરપકડ કરી છે. અનિલ ઘણા સમયથી ફરાર હતો. જોકે, પોલીસે અનિલની પુત્રી અને ડિઝાઇનર અનિક્ષા જયસિંઘાનીની ધરપકડ કરી લીધી છે. હકીકતમાં, અમૃતા ફડણવીસે ડિઝાઇનર અનિક્ષા અને તેના પિતા અનિલ જયસિંઘાની સામે બ્લેકમેલિંગ અને ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાચો: Viral Video: દેવેન્દ્ર ફડણવીસની પત્નીના કમાલના ડાન્સ મુવ્સનો વીડિયો ચર્ચામાં, યુઝર્સે કહ્યું  બોલીવુડે તમારી પાસેથી ઘણુ શીખવું જોઈએ

તેમણે આરોપ લગાવ્યો હતો કે ડિઝાઈનર અનિક્ષાએ તેના પિતા વિરુદ્ધ દાખલ કરાયેલા કેસને સમાપ્ત કરવા માટે લાંચની ઓફર કરી હતી અને તેને ફસાવવાની ધમકી પણ આપી હતી. અમૃતાએ 20 ફેબ્રુઆરીએ મલબાર હિલ સ્ટેશન પર FIR નોંધાવી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

પિતાને ક્લીનચીટ અપાવવામાં અમૃતા પાસે માગી હતી મદદ

ડિઝાઇનર અનિક્ષા 2015-16માં પહેલીવાર અમૃતા ફડણવીસને મળી હતી. આ પછી લાંબા સમય સુધી તેમની વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. 2021માં અનિક્ષાએ ફરી એકવાર અમૃતાનો સંપર્ક કર્યો અને તેના પિતા જયસિંહાની સામેના આરોપોમાંથી તેને ક્લીનચીટ મેળવવા માટે અમૃતાની મદદ માંગી હતી. એટલું જ નહીં, અનિક્ષાએ અમૃતાને પૈસા પડાવવાની લાલચ આપી અને કહ્યું કે, તે તેને કેટલાક બુકીઓ વિશે માહિતી આપી શકે છે. જેના દ્વારા તે તેમના પર દરોડા પાડીને મોટી રકમ રિકવર કરી શકે છે અથવા તેમના પર કોઈ કાર્યવાહી કર્યા વિના તેમની પાસેથી સારી એવી રકમ મેળવી શકે છે.

અનિક્ષાએ તેને કેટલાક વીડિયો અને વૉઈસ મેસેજ મોકલ્યા હતા

આટલું જ નહીં, અનિક્ષાએ તેના પિતાને ક્લીન ચિટ અપાવવા માટે 1 કરોડ રૂપિયાની લાંચની ઓફર પણ કરી હતી, પરંતુ જ્યારે અમૃતાએ મદદ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે અનિક્ષાએ તેને કેટલાક વીડિયો અને વૉઇસ મેસેજ મોકલ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે અનિક્ષા રોકડ સાથે બેગ પેક કરી રહી હતી અને બેગ બાદમાં ડેપ્યુટી સીએમના ઘરે જોવા મળી હતી. આ કેસ પછી અમૃતાએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.

અનિલ જયસિંઘાણી સામે નોંધાયેલા છે અનેક કેસ

બુકી અનિલ જયસિંહાની બુકી છે. તેના પર દેશના 5 રાજ્યોમાં 17 કેસ નોંધાયેલા છે. એટલું જ નહીં તે લગભગ 8 વર્ષથી ફરાર હતો. અનિલની ત્રણ વખત સટ્ટાબાજીના કેસમાં ધરપકડ પણ થઈ ચૂકી છે.

Next Article