સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ, શું આર્યન ડ્રગ્સ કેસમાં NCB મુખ્યાલયને પણ અંધારામાં રાખવામાં આવ્યુ ?

|

Oct 31, 2021 | 1:32 PM

સૂત્રોનો જણાવ્યા અનુસાર મુંબઈ વિભાગીય કચેરીએ આર્યન કેસ અંગે દિલ્હી મુખ્યાલયને તમામ માહિતી આપી ન હતી. આર્યન ખાન પાસેથી ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું નથી, આ મહત્વપૂર્ણ માહિતી દિલ્હીમાં હેડક્વાર્ટરને પણ આપવામાં આવી ન હતી.

સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ, શું આર્યન ડ્રગ્સ કેસમાં NCB મુખ્યાલયને પણ અંધારામાં રાખવામાં આવ્યુ ?
Amit Shah (File Photo)

Follow us on

Sameer Wankhede Case : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા આર્યન ખાન ડ્રગ્સ કેસને (Aryan Khan Drugs Case) જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખૂબ જ ગંભીરતાથી લીધો છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમીર વાનખેડેની કામગિરીથી ખૂબ નારાજ થયા છે. આ મામલે સૌથી ગંભીર બાબત એ છે કે NCB હેડક્વાર્ટરને પણ અંધારામાં રાખવામાં આવ્યું હતું.

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ખામીઓ સામે આવી

તમને જણાવી દઈએ કે, ભાજપના કેટલાક નેતાઓ ત્રણ દિવસની મહત્વપૂર્ણ બેઠક માટે દિલ્હી ગયા હતા. આ દરમિયાન અમિત શાહે રાજ્યના કેટલાક બીજેપી નેતાઓ સાથે ચર્ચા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય તેને અન્ય સ્ત્રોતોમાંથી પણ માહિતી મળી હતી. તેમજ આર્યન કેસની (Aryan Case) તપાસ અને તેને જે રીતે હેન્ડલ કરવામાં આવે છે તેમાં ઘણી ખામીઓ સામે આવી છે. જો કે હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ મામલે મૌન રહ્યુ છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

NCBની સ્વાયત્તતાનો અર્થ એ નથી કે વ્યક્તિ મુક્તપણે અધિકારોનો ઉપયોગ કરી શકે

સામાન્ય રીતે, ગૃહ મંત્રાલય NCBની (Narcotics Control Bureau) રોજબરોજની બાબતોમાં દખલ કરતું નથી. પરંતુ જો કોઈ કાર્ય સંસ્થાની છબી ખરડતું હોય અથવા સરકારની બદનામી કરતું હોય તો કોઈ પણ અધિકારીને આવું કામ કરવાની મંજૂરી આપી શકાય નહીં. NCB ડીજી સત્યનારાયણ પ્રધાનને પણ આ તપાસમાં ઘણી ખામીઓ નજરે આવી છે. આ નબળાઈઓ સામે આવ્યા બાદ હવે વાનખેડેને આ મામલે સંપૂર્ણ છૂટ આપવામાં આવી નથી.

આર્યન ખાન પાસેથી ડ્રગ્સ ન મળવા અંગે હેડક્વાર્ટરને પણ જાણ નથી

સુત્રો તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે, મુંબઈ વિભાગીય કચેરીએ (Mumbai) દિલ્હી સ્થિત મુખ્યાલયને આર્યન કેસ અંગે તમામ માહિતી આપી ન હતી. આર્યન ખાન પાસેથી ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યું નથી, આ મહત્વપૂર્ણ માહિતી દિલ્હીમાં હેડક્વાર્ટરને પણ આપવામાં આવી ન હતી. જ્યારે કાયદા પ્રમાણે આવા મહત્વના મામલાની તમામ માહિતી મુખ્યાલય સુધી પહોંચવી જોઈએ. ત્યારે હાલ વાનખેડેની કામગિરીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: Nawab Malik : ક્રૂઝ રેવ પાર્ટીમાં એક રેસ્ટોરન્ટથી આવ્યું હતું જમવાનું, તેની સાથે ડ્રગ્સ પણ મોકલવામાં આવ્યું: નવાબ મલિકનો નવો દાવો

આ પણ વાંચો: Sameer Wankhede Case: ‘સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો, એવું લાગતું નથી’, રાષ્ટ્રીય SC કમિશનના ઉપાધ્યક્ષનું મોટું નિવેદન

Next Article