
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય હલચલ મચી ગઈ છે. આ રાજકીય હલચલ નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદને લઈને છે. વરિષ્ઠ નેતા શરદ પવારે મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. પાર્ટીના નેતાઓએ તેમને શરદ પવારના આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.
આ પણ વાચો: સધારણ કાર્યકર્તામાંથી બન્યા 4 વખત મુખ્યમંત્રી, જાણો શરદ પવારની રાજકીય કારકિર્દી વિશે
આ સાથે પાર્ટીના મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ માંગ કરી રહ્યા છે કે સુપ્રિયા સુલેએ તેમના પિતા શરદ પવાર સાથે વાત કરવી જોઈએ અને પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું ન આપવાની વાત કરવી જોઈએ. આ સાથે જ પાર્ટીના નેતા અજિત પવારે સુપ્રિયા સુલેને આ મામલે કંઈ ન બોલવાની સલાહ આપી છે. અજિત પવારે કહ્યું કે હું સુપ્રિયા સુલેનો મોટો ભાઈ છું. એટલા માટે હું તેમને આ બાબતે આ સલાહ આપી રહ્યો છું.
NCP પ્રમુખ શરદ પવાર હવે 82 વર્ષના થઈ ગયા છે. મોદી સરકાર સત્તામાં આવી તે પહેલા વિપક્ષી પાર્ટીઓને એકસાથે લાવવામાં શરદ પવારે મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રના રાજકારણમાં તેમની લાંબી કારકિર્દી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્રમાં પણ તેમણે ઘણા મંત્રી પદ સંભાળ્યા છે.
NCP નેતા શરદ પવારે મંગળવારે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ત્યારથી એનસીપીના નેતાઓ અને કાર્યકરો તેમને પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું ન આપવા માટે સમજાવી રહ્યા છે. પાર્ટીની બેઠક દરમિયાન એક નેતા શરદ પવારના આ નિર્ણય પર રડી પડ્યા હતા.
Other leaders are still requesting #SharadPawar to reconsider his decision. Ajit Pawar suggested Supriya Sule not to speak anything.
“I am his elder brother and that is why I am suggesting her this,” says Ajit
NCP workers are demanding that Supriya Sule should speak to Sharad… pic.twitter.com/LptiMk7ycH
— ANI (@ANI) May 2, 2023
જણાવી દઈએ કે શરદ પવાર ભારતીય રાજકારણમાં એક મોટું નામ છે. શરદ પવારે કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી. આ પછી, તેમણે પોતાની એક અલગ પાર્ટી નેશનલ કોંગ્રેસ પાર્ટી બનાવી. મહારાષ્ટ્રમાં આ પાર્ટીનો ઘણો પ્રભાવ છે. શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તે જ સમયે, તાજેતરમાં તેમના ભત્રીજા અજિત પવાર પણ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…