નારાયણ રાણેની ધરપકડથી CM ઉદ્ધવ ઠાકરેએ પોતાના પગ પર મારી કુહાડી, આ ઘટના બાદ યોગી આદિત્યનાથને ચપ્પલથી મારવાનું નિવેદન ફરી ચર્ચામાં

|

Aug 24, 2021 | 8:26 PM

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની (Union Minister Narayan Rane) ધરપકડ થયા બાદથી ભાજપ પણ મહારાષ્ટ્ર સરકાર પર સતત હુમલા કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

નારાયણ રાણેની ધરપકડથી CM ઉદ્ધવ ઠાકરેએ પોતાના પગ પર મારી કુહાડી, આ ઘટના બાદ યોગી આદિત્યનાથને ચપ્પલથી મારવાનું નિવેદન ફરી ચર્ચામાં
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

Follow us on

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની (Union Minister Narayan Rane) ધરપકડ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (Maharashtra CM Uddhav Thackeray) જૂના અને વાંધાજનક નિવેદનની ફરી ચર્ચા થઈ રહી છે. ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ એક આપત્તિજનક નિવેદન આપેલુ હતું. મે 2018 માં મહારાષ્ટ્રના પાલઘરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે યોગીને ચપ્પલથી મારવાની વાત કરી હતી. આ દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી.

નારાયણ રાણેની ધરપકડ બાદ ફરીથી ચર્ચામાં આવ્યું ઠાકરેનું આ નિવેદન

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે યોગી આદિત્યનાથે શિવાજીની (Chhatrapati Shivaji) પ્રતિમાને માળા પહેરાવતી વખતે ચપ્પલ પહેરી રાખ્યા હતાં, તેમણે આવું કરીને શિવાજીનું અપમાન કર્યું હતું. તેમણે આગળ કહ્યું કે, આ યોગી ગેસના બલૂન જેવા છે, જે માત્ર હવામાં ઉડતો રહે છે. આવ્યા અને સીધા મહારાજ (Shivaji Maharaj) પાસે ચપ્પલ પહેરીને ગયા.એવું લાગી રહ્યું છે કે મારે તેમને તે જ ચપ્પલથી મારવું જોઈએ.

ઠાકરેના આ નિવેદન બાદ યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ સત્યને જાણતા નથી. તેમને ઉદ્ધવ ઠાકરે પાસેથી શિષ્ટાચાર શીખવાની જરૂર નથી. મારી અંદર  તેમના કરતા વધારે શિષ્ટાચાર રહેલો છે અને હું વધુ સારી રીતે જાણું છું કે શ્રદ્ધાંજલિ કેવી રીતે આપવી જોઈએ. મારે તેમની પાસેથી કશું શીખવાની જરૂર નથી. નારાયણ રાણેની ધરપકડ બાદ હવે ઠાકરેનું આ નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વિરુદ્ધ વાંધાજનક નિવેદન બદલ રાણેની ધરપકડ

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મંગળવારે એટલે કે આજે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. રત્નાગીરી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક નિવેદન આપ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સ્વતંત્રતા દિવસના ભાષણનો ઉલ્લેખ કરતા રાણેએ તેમની જન આશિર્વાદ યાત્રા દરમિયાન કહ્યું હતું કે ‘દેશની આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે તે મુખ્યમંત્રીને યાદ નથી. તેમને ખબર ન હોતી કે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તે પાછળ ફરીને પૂછતા હતા. જો હું ત્યાં હાજર હોત, તો મેં તેમને તેના કાન નીચે થપ્પડ મારી હોત.

આ પણ વાંચો :  Maharashtra: અહીં કોઈ તાલિબાન રાજ નથી, ભાજપ કાર્યાલયો પર હુમલા સહન કરવામાં નહીં આવે- ફડણવીસની મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી

આ પણ વાંચો : નારાયણ રાણેને ભાજપનું ખુલ્લું સમર્થન, ન તો અમે ડરીશું અને ન તો અમે દબાશુ – જેપી નડ્ડાએ આપ્યુ નિવેદન

Published On - 8:24 pm, Tue, 24 August 21

Next Article