શરદ પવારના ઘરની બહાર થયેલા હુમલાના મામલે ગુણરત્ન સદાવર્તે બે દિવસની પોલીસ કસ્ટડીમાં, 109 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

MSRTC Strike : મુંબઈ ફોર્ટ કોર્ટે સરકારી પક્ષ, કર્મચારીઓના પક્ષ અને ગુણરત્ન સદાવર્તેના વકીલની દલીલો સાંભળ્યા બાદ ગુણરત્ન સદાવર્તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.

શરદ પવારના ઘરની બહાર થયેલા હુમલાના મામલે ગુણરત્ન સદાવર્તે બે દિવસની પોલીસ કસ્ટડીમાં, 109 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Adv Gunratan Sadavarte
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:12 PM
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC Workers protest)ના કર્મચારીઓએ ગઈકાલે (8 એપ્રિલ, શુક્રવાર) એનસીપીના વડા શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાન સિલ્વર ઓકની બહાર ઘેરાવ કર્યો હતો. ગઈકાલે કાર્યવાહી કરતા મુંબઈ પોલીસે આ કેસમાં 109 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત કર્મચારીઓના વકીલ ગુણરત્ન સદાવર્તે (Adv, Gunratan Sadavarte) ની પણ ધરપકડ કરવામાં આવી હતી અને આજે (9 એપ્રિલ, શનિવાર) મુંબઈ કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે કોર્ટ પાસે 14 દિવસની કસ્ટડી માંગી હતી. ગુણરત્ન સદાવર્તે પર હિંસાનું ષડયંત્ર રચવા, આંદોલનકારીઓને ઉશ્કેરવા અને સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો આરોપ હતો.

આ પણ વાંચો :  શરદ પવારના મુંબઈના નિવાસસ્થાન પર MSRTC કર્મચારીઓ દ્વારા કરાયેલા હુમલાથી વિફર્યા મમતા બેનર્જી, સખ્ત કાર્યવાહીનું કર્યું સમર્થન

Published On - 9:06 pm, Sat, 9 April 22