Corona Vaccination In Mumbai: BMCની ઝુંબેશ રંગ લાવી, 81 ટકા લોકોએ લીધા રસીના બંને ડોઝ

|

Dec 18, 2021 | 9:35 PM

મુંબઈમાં હજુ પણ એવા ઘણા લોકો છે જેમણે શંકાને કારણે તેમનો પ્રથમ ડોઝ લીધો નથી. શંકા દૂર થયા બાદ હવે તેઓ રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. તેથી, પ્રથમ ડોઝના લાભાર્થીઓની સંખ્યા લક્ષ્યાંક કરતાં વધી ગઈ છે.

Corona Vaccination In Mumbai: BMCની ઝુંબેશ રંગ લાવી,  81 ટકા લોકોએ લીધા રસીના બંને ડોઝ
Corona Vaccine (File photo)

Follow us on

મુંબઈ (Mumbai)માં BMCએ ગયા મહિને કોરોના રસીકરણ (corona vaccination)નો પહેલો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. લક્ષ્યાંક પૂરો કર્યા પછી BMCએ 6 લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા નક્કી કરેલા ટાર્ગેટથી માત્ર 19 ટકા દુર છે. ગુરુવાર સુધીમાં મુંબઈમાં 81 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે. બીએમસી હેલ્થ ડિપાર્ટમેન્ટ (BMC Health Department)ના જણાવ્યા અનુસાર આ લક્ષ્યાંક જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

 

બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 81 ટકા

જણાવી દઈએ કે મુંબઈમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. તબક્કાવાર તમામ વિભાગો માટે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે BMCને 18 વર્ષથી વધુ ઉંમરના 92,37, 500 લોકોને રસી આપવાનો ટાર્ગેટ આપ્યો હતો. BMCએ ગયા મહિને જ આ ટાર્ગેટ પૂરો કરી લીધો છે. આ સાથે ગુરુવાર સુધીમાં બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 74,92,146 પર પહોંચી ગઈ છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

 

એટલે કે મુંબઈમાં બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 81 ટકા પર પહોંચી ગઈ છે. BMC સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રથમ ડોઝ માટેનો લક્ષ્યાંક પાર કરી લીધા પછી પણ 6 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

 

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર સુધીમાં 98,13,291 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. BMC એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે મુંબઈની વસ્તી 1.25 કરોડથી વધુ છે. કેન્દ્રની સૂચના પર અમે ગયા મહિને નિર્ધારિત લક્ષ્યાંકનો પ્રથમ ડોઝ આપવાનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. તેમાંથી 10થી 20 ટકા મુંબઈ બહારના લોકો હતા, જેમણે શરૂઆતમાં રસીના અભાવે મુંબઈમાં પોતાનું રસીકરણ કરાવ્યું હતું.

 

કાકાણીએ લોકોને કરી અપીલ

કાકાણીએ જણાવ્યું હતું કે રસીકરણની લક્ષ્ય મર્યાદા હવે વધારીને 1,25,70,150 કરવામાં આવી છે. આમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જાન્યુઆરી સુધીમાં અમે મુંબઈમાં દરેકનું ડબલ રસીકરણ પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આ માટે BMC પાસે પૂરતી રસી ઉપલબ્ધ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જેમનો બીજો ડોઝ બાકી છે, તેઓએ તાત્કાલિક નજીકના કેન્દ્રમાં જઈને રસીકરણ કરાવવું જોઈએ.

 

 

મુંબઈમાં અત્યાર સુધી યોજાયેલા રસીકરણ કાર્યક્રમમાં BKC કેન્દ્ર 2, 14,352 લોકોને રસી આપીને ટોચ પર છે. આ પછી નેસ્કો સેન્ટર 2,08,603 લોકોને રસી આપીને બીજા ક્રમે છે. સેવન હિલ્સ હોસ્પિટલ 1,88,504 લોકોને રસી આપીને ત્રીજા સ્થાને છે.

 

 

આ પણ વાંચો :  Maharashtra : તંત્રની અનોખી પહેલ, છેવાડાના આ ગામ સુધી વેક્સિન પડોંચાડવા કરવામાં આવ્યો ડ્રોનનો ઉપયોગ

 

 

Next Article