Mumbai : પોલીસકર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ, માત્ર એક દિવસમાં 28 પોલીસકર્મી થયા કોરોના સંક્રમિત

|

Jan 19, 2022 | 1:58 PM

મંગળવારે મુંબઈમાં કોરોનાના 6,149 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાને કારણે 7 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Mumbai : પોલીસકર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ, માત્ર એક દિવસમાં 28 પોલીસકર્મી થયા કોરોના સંક્રમિત
28 policeman infected from corona in mumbai (File Photo)

Follow us on

Mumbai Corona Update  : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની દહેશત (Corona Case) જોવા મળી રહી છે. સાથે જ રાજ્યના મુંબઈ (Mumbai)અને પુણે(Pune)માં મોટી સંખ્યામાં પોલીસકર્મી(Mumbai Police) કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પુણે પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે પુણે શહેરમાં 21 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત (Corona Positive)જોવા મળ્યા હતા.

પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં

આ સાથે પૂણેમાં કોરોનાથી સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા વધીને 504 પર પહોંચી ગઈ છે. બીજી તરફ મુંબઈમાં પણ પોલીસકર્મીઓ  સંક્રમિત થવાનો સિલસિલો પણ યથાવત છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 28 પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં કુલ 10,666 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે અને 127 પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં કુલ 1273 કેસ એક્ટિવ છે.

ઓમિક્રોનના કેસમાં નોંધપાત્ર ઘટાડો

તમને જણાવી દઈએ કે, મંગળવારે મુંબઈમાં કોરોનાના 6,149 કેસ નોંધાયા છે. આ સાથે જ આ કોરોનાને કારણે 7 લોકોના મોત પણ થયા છે. સોમવાર કરતાં મંગળવારે 193 વધુ કેસ નોંધાયા હતા. જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં 39,207 નવા કોવિડ કેસ સામે આવ્યા છે.જ્યારે 38,824 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 2,67,659 થઈ છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટનો (Omicron Variant) એક પણ નવો કેસ નોંધાયો નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ત્રીજી લહેર પીક પર પહોંચી ?

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ઘટતા કેસને પગલે કહેવામા આવી રહ્યુ છે કે, ત્રીજી લહેરની અસર હવે ઓછી થતી જોવા મળી રહી છે. હિન્દી વેબસાઈટ નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, ડૉ. ગૌતમ ભણસાલીનું કહેવું છે કે, જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્ર અને મુંબઈમાં 15 જાન્યુઆરી સુધીમાં કોરોના પીક પર પહોંચી જશે.

ડૉ. ભણસાલીના જણાવ્યા અનુસાર, મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં (Mumbai Corona Case ) ઘટાડો થવાની સાથે જ તેની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. કોરોનાના કેસોમાં એક સમયે જબરદસ્ત વધારો થશે. આવો જ ટ્રેન્ડ તાજેતરમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યો હતો.

 

આ પણ વાંચો  : Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી, 24 કલાકમાં 39,207 કેસ નોંધાયા, મૃત્યુઆંક 50ને પાર

Next Article