26/11 Mumbai Attack: આજે 26/11 મુંબઈ હુમલાને 13 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2008માં આ દિવસે મુંબઈની તાજ હોટલ પર આતંકવાદી હુમલો થયો હતો. દરિયાઈ માર્ગે આવેલા પાક આતંકવાદીઓએ (Terrorist) 166 લોકોની હત્યા કરી હતી. જ્યારે આ હુમલામાં લગભગ 600 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ હુમલામાં કેટલાક બહાદુર સૈનિકો અને પોલીસ અધિકારીઓએ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોને બચાવ્યા હતા. આવા જ એક હીરો કેપ્ટન રવિ ધર્નિધિરકા (Ravi Dharnidharka) હતા. જેમણે તે હુમલા દરમિયાન તાજ હોટેલમાં ફસાયેલા 157 લોકોના જીવ બચાવ્યા હતા.
રવિ ધર્નિધિરકા મૂળ ભારતીય (Indian) છે. અમેરિકામાં રહેતો રવિ પોતાની રજા ગાળવા માટે ભારત આવતો હતો. તમને જણાવી દઈએ કે તેમનો પરિવાર મુંબઈના બધવાર પાર્ક પાસે રહે છે. ઉપરાંત તેના અન્ય કેટલાક સંબંધીઓ પણ મુંબઈમાં રહે છે, વર્ષ 2004થી 2008 સુધી રવિ ઈરાકી શહેર ફલુજાહમાં તૈનાત હતો. આ દરમિયાન તેઓ ચાર વર્ષ સુધી ભારત આવી શક્યા ન હતા. તે ઈરાક મિશન (Iraq Mission) પૂર્ણ કર્યા બાદ તેના પરિવારને મળવા આવ્યો હતો.
વર્ષ 2008માં લાંબા સમય બાદ તે ફરી મુંબઈ આવ્યો હતો. હુમલાના દિવસે તે મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલમાં તેના પિતરાઈ ભાઈ અને કાકા સાથે ડિનર કરવા માટે પહોંચ્યો હતો. ભારતીય અને વિદેશી લોકો તેમના પરિવાર સાથે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી રહ્યા હતા. ત્યારબાદ એકાએક હોટલની નીચેથી ગોળીબાર અને ચીસોનો અવાજ શરૂ થયો.
રવિ કંઈ સમજે તે પહેલા તેના મિત્રનો ફોન આવ્યો કે આતંકવાદીઓએ તાજ હોટેલ (Taj Hotel) પર હુમલો કર્યો છે. રવિ માટે આ દ્રશ્ય નવું નહોતું. તેથી તેણે ખૂબ જ સમજદારીપૂર્વક પગલા લેવાનું વિચાર્યું. તેણે ત્યાં હાજર લોકોને કહ્યું કે તમારે જાતે જ બચવું પડશે. પછી તેની નજર રેસ્ટોરન્ટના એક દરવાજા પર પડી. જે દરવાજો કાચનો હતો, આતંકવાદીઓ દરવાજાની બીજી બાજુથી લોકો પર ગ્રેનેડ ફેંકી શકતા હતા.
રવિએ ત્યાં હાજર તમામ લોકોને બીજા હોલમાં ખસેડ્યા. બાદમાં હોલનો દરવાજો બંધ કરી દીધો. જેથી આંતકવાદીઓ ત્યાં ન ઘુસી શકે. નીચેના માળે આગ લાગતા તેણે બધા લોકોને પાછળની સીડી દ્વારા સલામત રીતે નીચે પહોંચાડ્યા. આમ એક જાંબાઝે પોતાની સૂઝબુઝથી 157થી વધુ લોકોનો જીવ બચાવ્યો.
આ પણ વાંચો : 26/11 મુંબઈ હુમલાના 13 વર્ષ : આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી કાંપી ઉઠી માયાનગરી, જાણો શું થયું હતું આજના દિવસે
આ પણ વાંચો : Mumbai Attack : પાકિસ્તાનની નાપાક હરકત ! 26/11 હુમલાના સુત્રધારોને 13 વર્ષ બાદ પણ છાવરી રહ્યુ છે પાકિસ્તાન
Published On - 4:25 pm, Fri, 26 November 21