Maharashtra: થાણેમાં કોરોના વાઈરસના 226 નવા કેસ, છ દર્દીઓના મોત

|

Aug 28, 2021 | 6:13 PM

થાણેમાં છેલ્લા 24 કલાકમાં 3,301 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે 226 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાથી 6 લોકોના મોત થયા છે. એટલે કે મુંબઈમાં પણ સાજા થયેલા લોકોની સંખ્યા કરતા વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.

Maharashtra: થાણેમાં કોરોના વાઈરસના 226 નવા કેસ, છ દર્દીઓના મોત
થાણેમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) થાણે (Thane) જિલ્લામાં ફરી એકવાર લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના નવા કેસોની સંખ્યા કોરોનામાંથી સાજા થતાં લોકોની સંખ્યા કરતા વધુ આવવા લાગી છે. એટલે કે વધારે લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અનુસાર (Corona in Maharashtra) એક દિવસમાં 226 લોકોમાં કોરોના વાઈરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ પછી હવે કોવિડ -19ના કેસ વધીને 5,50,577 થઈ ગયા છે. જ્યારે થાણેમાં કોવિડ -19થી થતાં મૃત્યુમાં ઘટાડો જોવા મળ્યો છે અને મૃત્યુ દર (Death Rate) ઘટીને 2.04 ટકા થયો છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું  કે શુક્રવારે કોરોના સંક્રમણના તમામ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોના વાઈરસને કારણે વધુ 6 દર્દીઓના મોત બાદ જિલ્લામાં મૃત્યુઆંક વધીને 11,276 થયો છે. તે જ સમયે પડોશના પાલઘર જિલ્લામાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ વધીને 1,34,408 થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક 3,292 પર પહોંચી ગયો છે.

 

કોરોનાની સ્થિતિ ચિંતા વધારી રહી છે

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી એક વસ્તુ મોટી રાહત આપનારી બની છે કે નવા કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારથી ઓછી થઈ ગઈ છે. સામાન્ય રીતે આ સંખ્યા 4 હજારથી 6 હજારની વચ્ચે રહે છે. મુંબઈમાં પણ છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાની સ્થિતિ સતત સુધરી રહી છે.

 

પરંતુ મુંબઈની વાત કરીએ તો અહીં પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા કોરોનાના નવા કેસો કરતા ઓછી થઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સક્રિય કેસમાં 1,183નો વધારો થયો છે. આ સાથે સક્રિય કેસ વધીને 55,091 થયા છે. આ દરમિયાન રાજ્યમાં 3,301 દર્દીઓ સાજા થયા બાદ કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 62,55,451 થઈ ગઈ છે. જ્યારે 170 દર્દીઓના મૃત્યુને કારણે આ રીતે કુલ મૃત્યુઆંક વધીને 1,36,900 થયો છે.

 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં બીજી લહેર ધીમે – ધીમે હળવી પડી રહી છે, ત્યારે રાજ્ય સરકારે મુંબઈમાં કોરોનાના કારણે લગાવાયેલા પ્રતિબંધોમાં મહદ્દ અંશે છૂટ -છાટ આપી છે. મુંબઈની જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ ફરીથી સામાન્ય લોકો માટે કેટલાક નિયમો સાથે ચાલુ કરવામાં આવી છે. દેશમાં હજુ કોરોનાની ત્રીજી લહેરની આગાહીઓ સંભળાય રહી છે, ત્યારે રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવવાના કારણે સરકાર તેમજ લોકો પણ ચિંતામાં મુકાયા છે.

 

 

આ પણ વાંચો : Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

 

આ પણ વાંચો : Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

Next Article