Maharashtra : આ મંત્રીના સરકારી આવાસ પર કોરોના વિસ્ફોટ, 22 કર્મચારી સંક્રમિત થતા ખળભળાટ

|

Jan 08, 2022 | 1:03 PM

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબલના સરકારી આવાસમાં 22 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. એક સાથે આટલા લોકો સંક્રમિત થતા હાલ તંત્ર દોડતુ થયુ છે.

Maharashtra : આ મંત્રીના સરકારી આવાસ પર કોરોના વિસ્ફોટ, 22 કર્મચારી સંક્રમિત થતા ખળભળાટ
Chhagan Bhujbal (File Photo)

Follow us on

Maharashtra: કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ (Corona) માથુ ઉંચક્યુ છે. મહારાષ્ટ્રમાં (Corona Case in Mahrashtra) પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. એક બાદ એક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબલના (Chhagan Bhujbal) સરકારી આવાસમાં 22 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. એક સાથે આટલા લોકો સંક્રમિત થતાં હાલ તંત્ર દોડતુ થયુ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાઈરસના 40,925 નવા કેસ નોંધાયા છે. આ સાથે 20 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે રાજ્યમાં 14,256 લોકોએ કોરોનાને માત આપી છે. હાલ મહારાષ્ટ્રમાં 1,41,492 સક્રિય કેસ (Active Cases) છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 65,47,410 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 95.8 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ દર 2.07 ટકા નોંધાયો છે.

જો કે રાહતની વાત એ છે કે શુક્રવારે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જો મુંબઈની વાત કરીએ તો શુક્રવારે મુંબઈમાં કોરોના વાઈરસના 20,971 નવા કેસ નોંધાયા છે. આ સાથે 6 લોકોના મોત નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે મુંબઈમાં 8,490 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. હાલ શહેરમાં 91,731 એક્ટિવ કેસ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મુંબઈમાં પણ કોરોનાનો કહેર યથાવત

મુંબઈમાં અત્યાર સુધીમાં 8,74,780 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી 7,64,053 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે કોરોનાથી 16,394 દર્દીઓના મોત થયા છે. હાલ શહેરમાં6 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર આવ્યા છે. આ સાથે 123 બિલ્ડીંગ પણ સીલ કરવામાં આવી છે.

સામાન્ય લોકોની સાથે મુંબઈ પોલીસ પર પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 93 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. તે જ સમયે અત્યાર સુધીમાં કુલ 9,657 મુંબઈ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે હાલ રાજ્યમાં વધતા કેસને જોતો ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.

 

આ પણ વાંચો : શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના

Published On - 1:03 pm, Sat, 8 January 22

Next Article