World Earth Day 2022 : પૃથ્વીની શોભા પર્યાવરણ છે. આ વાતાવરણમાં વૃક્ષો, છોડ, પાણી અને માટીનું સંરક્ષણ એ આપણા માટે ખુબ મહત્વનુ બની જાય છે. સાથે જ આપણે પૃથ્વી પરના તમામ જીવોના રક્ષણ માટે પૃથ્વીને પ્રદુષિત થતી રોકવાની જરૂર છે. વૈશ્વિક આબોહવા પ્રદુષણ આટકાવવુ, બિનજરૂરી વૃક્ષોને કાપવા પર રોકવા લગવા જેવી જાગૃતિ ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રદુષણની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ઈ-વેસ્ટ પૃથ્વીને સૌથી વધુ અસર કરી રહ્યુ છે.
Google ખાસ દિવસો અને પ્રસંગોને ડૂડલ દ્વારા હાઇલાઇટ કરે છે, જેમાં તે Google લોગોને ક્રિએટિવ ઇમેજ અથવા એનિમેશનથી દર્શાવે છે. 22 એપ્રિલના રોજ World Earth Day, લોકોને આબોહવા પરિવર્તનની અસર વિશે યાદ અપાવવા માટે, Google એ ચાર સ્થાનોના એનિમેશનની શ્રેણી બનાવી છે જે દર્શાવે છે કે આબોહવા પરિવર્તનની આપણા ગ્રહને કેવી અસર થઈ છે. દર વર્ષે, World Earth Day પૃથ્વિનું રક્ષણ કરવા અને આપણી ભાવી પેઢીને શુધ્ધતાનો વારસો આપવા માટે ઉજવામાં આવે છે.
Today’s #EarthDay #GoogleDoodle addresses one of the most pressing topics of our time: climate change.
Using real time-lapse imagery from #GoogleEarth and other sources, tune in all day to see the impact of climate change across our planet 🌎
→ https://t.co/3IQ6D5wJSu pic.twitter.com/tNaO7LbaKl
— Google Doodles (@GoogleDoodles) April 22, 2022
ડૂડલમાં તમે તાંઝાનિયામાં કિલીમંજારો પર્વત પર સતત પીગળતી હિમનદીઓની તસવીરો જોઈ શકો છો. આ ફોટા 1986 થી 2020 સુધી દર ડિસેમ્બરમાં લેવામાં આવ્યા છે, જે ટાઇમલેપ્સ દ્વારા બતાવવામાં આવ્યા છે. બીજી તસવીર ગ્રીનલેન્ડના સેમરસુકની છે. ત્રીજી ઑસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફનું છે. ચોથી તસવીર જર્મનીમાં જમીન પર આવેલા જંગલો દર્શાવે છે, જે વધતા તાપમાનને કારણે નાશ પામ્યા છે.
1969 માં, જુલિયન કોનિગે સૌપ્રથમ લોકોને પૃથ્વી દિવસ શબ્દનો પરિચય આપ્યો. તેની સ્થાપના 1970 માં યુએસ સેનેટર ગેરાલ્ડ નેલ્સન દ્વારા 22 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. ત્યારથી તે દર વર્ષે સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ Invest in our planet છે. આ થીમ કુટુંબ, આરોગ્ય, આજીવિકાનું રક્ષણ કરવા માટે આ ગ્રહમાં સંયુક્તપણે યોગદાન કરવા પ્રોત્સાહિત કરે છે.
આ પણ વાંચો :IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે આઇપીએલનો અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો, સળંગ 7 હારથી શરમજનક સ્થિતી
આ પણ વાંચો :Surat : નાનપુરામાં મચ્છી માર્કેટના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી