ફેબ્રુઆરીનો મહિનો કેમ ખાસ હોય છે. એક તો આ મહિનાથી ઋતુ પણ બદલવા લાગે છે અને બીજું આ મહિનો પ્રેમ કરનારા લોકો માટે ખુબ જ ખાસ હોય છે. આ મહિનામાં પ્રેમીઓ પ્રેમના રંગમાં રંગાઈ જાય છે. 7 ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી શરુ થાય છે અને 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ વીક લોકો અલગ અલગ ડેની ઉજવણી પણ કરતા હોય છે.
દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે અને આ તારીખ સૌ કોઈને યાદ હોય છે. તો તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે. વેલેન્ટાઈન ડે માટે ફેબ્રઆરીની 14 તારીખ જ કેમ રાખવામાં આવી છે આની પાછળ કારણ શું છે. જો તમે પણ આની પાછળનો ઈતિહાસ જાણવા માંગો છો તો આજે અમે તમને જણાવીશું.
વેલેન્ટાઈન ડેની ઉજવણીનો ઈતિહાસ રોમના સંત વેલેન્ટાઈન સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે રોમન રાજા ક્લાઉડિયસ પ્રેમની સખત વિરુદ્ધ હતા. તે માનતા હતો કે જો તેના સૈનિકો પ્રેમમાં પડે તો તેની સેના નબળી પડી શકે છે. પરંતુ તેના વિરુદ્ધ સંત વેલેન્ટાઈન પ્રેમનો પ્રચાર કરી રહ્યા હતા. તેમણે શાસકોની વિરુદ્ધ જઈ અનેક લોકોના લગ્ન કરાવ્યા હતા. આ કારણે તેમને ફાંસીની સજા પણ થઈ હતી.
તેમને જે દિવસે ફાંસી આપવામાં આવી તે દિવસે 14 ફેબ્રુઆરીનો દિવસ હતો. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે મનાવવાની પ્રથા શરુ થઈ હતી.
આ પણ વાંચો : લગ્નના 25 વર્ષ બાદ અભિનેતાએ લગ્નની નોંધણી કરાવી, આ કારણ જણાવ્યું