
વેલેન્ટાઇન ડે યુગલો માટે વર્ષનો સૌથી રોમેન્ટિક દિવસ માનવામાં આવે છે, પરંતુ તેની પહેલાં આવતા છ દિવસો પણ એટલાં જ ખાસ હોય છે. રોઝ ડેથી લઈને કિસ ડે સુધીના દિવસો સંબંધોમાં પ્રેમ, લાગણી અને નજીકપણાનો અનોખો સ્પર્શ ઉમેરે છે. આ દિવસો દરમિયાન યુગલો, મિત્રો અને ખાસ વ્યક્તિઓ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ અલગ અલગ રીતે વ્યક્ત કરે છે.
વેલેન્ટાઇન વીકને પ્રેમનું અઠવાડિયું કહેવામાં આવે છે. આ અઠવાડિયું માત્ર 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડે સુધી સીમિત નથી, પરંતુ તે પહેલાના સાત રોમેન્ટિક દિવસોથી શરૂ થાય છે. દરેક દિવસનું પોતાનું નામ અને ખાસ અર્થ હોય છે, જેમ કે રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે અને કિસ ડે. યુગલો આ તમામ દિવસોને પોતાની રીતે ઉજવીને સંબંધને વધુ મજબૂત બનાવે છે.
ઘણી વખત લોકોને ગુંચવણ રહે છે કે વેલેન્ટાઇન વીક ક્યારે શરૂ થાય છે અને કયો દિવસ કઈ તારીખે આવે છે. આ માટે અહીં વેલેન્ટાઇન વીક 2026નું સંપૂર્ણ કેલેન્ડર આપવામાં આવ્યું છે, જેથી તમે તમારા જીવનસાથી અથવા ખાસ વ્યક્તિ માટે પહેલેથી જ સરપ્રાઇઝ પ્લાન કરી શકો.
વેલેન્ટાઇન વીક 7 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આ દિવસે રોઝ ડે ઉજવવામાં આવે છે. રોઝ ડેના દિવસે લોકો પોતાના જીવનસાથી, શ્રેષ્ઠ મિત્ર અથવા પ્રિયજનને ગુલાબ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. દરેક રંગના ગુલાબનો અલગ અર્થ હોય છે, જેમ કે લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક છે, જ્યારે પીળો, સફેદ અને ગુલાબી ગુલાબ મિત્રતા અને લાગણી દર્શાવે છે.
રોઝ ડે પછી 8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ દિલની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે લાંબા સમયથી કોઈને પસંદ કરતા હો, તો આ દિવસે તેમને પ્રપોઝ કરી શકો છો. સાથે જ, સંબંધમાં રહેલા લોકો પણ પોતાના જીવનસાથીને ફરી એકવાર પ્રેમનો પ્રસ્તાવ આપી શકે છે.
પ્રપોઝ ડે બાદ 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે આવે છે. ચોકલેટ ડે સંબંધોમાં મધુરતા લાવવાનો દિવસ છે. આ દિવસે લોકો પોતાના જીવનસાથી, મિત્રો અને પરિવારજનોને ચોકલેટ ભેટ આપી સંબંધોને વધુ મીઠા બનાવે છે.
10 ફેબ્રુઆરીએ ટેડી ડે ઉજવવામાં આવે છે. આ દિવસે યુગલો એકબીજાને સોફ્ટ ટેડી બિયર ભેટ આપે છે, જે પ્રેમની એક સુંદર યાદગાર નિશાની બની રહે છે. ખાસ કરીને છોકરીઓમાં ટેડી બિયર ખૂબ જ લોકપ્રિય છે, જોકે તમે તમારી પસંદ મુજબ અન્ય ભેટો પણ આપી શકો છો.
પ્રોમિસ ડે સંબંધોને મજબૂત બનાવવાનો દિવસ છે. આ દિવસે યુગલો એકબીજાને વિશ્વાસ, સાથ અને સમજણ જાળવવાનું વચન આપે છે. પ્રોમિસ ડે માત્ર રોમેન્ટિક વચનો સુધી સીમિત નથી, પરંતુ સંબંધમાં આદર અને વિશ્વાસની ભાવનાને પણ મજબૂત કરે છે.
12 ફેબ્રુઆરીએ હગ ડે ઉજવવામાં આવે છે. કોઈ ખાસ વ્યક્તિનું આલિંગન શબ્દો વિના લાગણીઓ વ્યક્ત કરવાની સૌથી સુંદર રીત છે. ખુશી હોય કે દુઃખ, એક આલિંગન મનને શાંતિ અને સાંત્વના આપે છે, એટલે હગ ડેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ એટલે કિસ ડે, જે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ સંબંધમાં નજીકપણું વધારવાનો દિવસ છે. જીવનસાથીને આપેલું એક ચુંબન પ્રેમ, વિશ્વાસ અને આદર વ્યક્ત કરવા માટે પૂરતું છે.
વેલેન્ટાઇન વીકનો અંત 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડે સાથે થાય છે. આ દિવસ યુગલો માટે સૌથી ખાસ માનવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ભેટો આપે છે, સરપ્રાઇઝ આપે છે અને પોતાના પાર્ટનરને ખાસ અનુભવ કરાવવાની કોઈ તક છોડતા નથી.
સવારે કે સાંજે ? ‘નાળિયેર પાણી’ પીવાનો સાચો સમય કયો ? આટલું ધ્યાન રાખશો તો, ભરપૂર ફાયદા મળશે
Published On - 4:07 pm, Sat, 31 January 26