Indian Railways : ટ્રેનમાં SLR કોચનો અર્થ શું થાય છે? શું આ કોચમાં યાત્રિકો ટિકિટ બુક કરાવી શકે છે?

SLRનો મતલબ Second Luggage-cum-Guard Van છે. જે ટ્રેનની આગળ અને પાછળ હોય છે.જેમાં ગાર્ડની કેબિન અને સામાન રાખવાની જગ્યા હોય છે. SLR કોચની ટિકિટ ઓનલાઈન બુક થતી નથી.

Indian Railways : ટ્રેનમાં SLR કોચનો અર્થ શું થાય છે? શું આ કોચમાં યાત્રિકો ટિકિટ બુક કરાવી શકે છે?
| Updated on: Jan 15, 2026 | 12:02 PM

જો તમે દરરોજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો તમે જોયું હશે કે, એક કોચમાં SLR લખેલું હશે, જેનો અર્થ Second Luggage-cum-Guard Van. જે ટ્રેનની આગળ અને પાછળ હોય છે.જેમાં ગાર્ડની કેબિન અને સામાન રાખવાની જગ્યા હોય છે. આ સાથે દિવ્યાંગો માટે પર આરક્ષિત સીટ પણ હોય છે. આ કોચમાં સામાન્ય મુસાફરો ટિકિટ બુક કરાવી શકતા નથી.

SLR કોચની ટિકિટ ઓનલાઈન બુક થતી નથી. કારણ કે, આની સીટ સામાન્ય યાત્રિકો માટે હોતી નથી. જેમાં દિવ્યાંગ યાત્રિકો ,રેલવે સ્ટાફ કે આપત્તિની સ્થિતિમાં મુસાફરી કરી શકે છે. સામાન્ય નાગરિક ટિકિટ લઈને મુસાફરી કરી શકતો નથી.

ટ્રેનમાં SLRનો અર્થ શું થાય છે?

SLRનું આખું નામ Second Luggage-cum-Guard Van છે. જેનો અર્થ એ થયો કે, આ કોચમાં ટ્રેનનો ગાર્ડ હોય છે. આ કોચમાં યાત્રિકોનો સામાન રાખવામાં આવે છે. જેનાથી તે સુરક્ષિત રહે. SLR કોચ એવી રીતે બનાવવામાં આવે છે કે, ગાર્ડને કામ કરવામાં કોઈ સમસ્યા ન આવે અને સામાનને યોગ્ય રીતે રાખી શકે, આ કારણે આને લગેઝ કમ ગાર્ડ વૈન કહેવામા આવે છે.

SLR કઈ બાજું હોય છે?

SLR કોચને ટ્રેનની આગળ કે પાછળ રાખવામાં આવે છે. બહારથી આ સામાન્ય કોચ જેવો હોય છે. પરંતુ અંદર તેની બનાવટ અલગ જ હોય છે.તેને ગાર્ડ બ્રેક યાન પણ કહેવામાં આવે છે.આ કોચને બે ભાગમાં વેંચવામાં આવે છે. જેમાં એખ બાજુ ટ્રેનના ગાર્ડ બેસે છે. જ્યારે બીજી બાજુ યાત્રિકોનો સામાન રાખવામાં આવે છે. આ કોચ દરેક ટ્રેનમાં હોતો નથી. સામાન્ય રીતે મેલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનમાં આવા કોચ જોવા મળે છે.

શું SLR કોચમાં ટિકિટ બુક કરી શકાય છે?

નહી SLR કોચમાં ટિકિટ બુક કરી શકાતી નથી. આ કોચમાં સામાન્ય નાગરિકો મુસાફરી કરી શકતા નથી. આવું એટલા માટે કારણ કે, આમાં યાત્રિકોનો સામાન રાખવામાં આવે છે. સુરક્ષાના કારણે આમાં લોકોની બેસવાની પરવાનગી નથી. આ કોચની ટિકિટ ન તો ઓનલાઈન મળે છે ન તો ઓફલાઈન, SLR કોચ યાત્રિકોની યાત્રા માટે બનાવવામાં આવ્યો નથી પરંતુ ગાર્ડ અને લગેઝ માટે હોય છે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો