Trending Video : ગાઢ જંગલો વચ્ચેથી પસાર થઈ વંદે ભારત ટ્રેન , Video જોયા બાદ તમને પણ અહી જવાનું મન થશે

બેંગલુરુ અને મેંગલુરુ વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવાની તૈયારીના ભાગ રૂપે, આ ​​ટ્રેનનું પશ્ચિમ ઘાટમાં પરીક્ષણ ચાલી રહ્યું છે. ટ્રાયલ રન દરમિયાન જંગલોમાંથી પસાર થતી વંદે ભારત ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Trending Video : ગાઢ જંગલો વચ્ચેથી પસાર થઈ વંદે ભારત ટ્રેન , Video જોયા બાદ તમને પણ અહી જવાનું મન થશે
Image Credit source: AI
| Updated on: Aug 24, 2026 | 9:20 AM

બેંગલુરુ અને મેંગલુરુ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની તૈયારી હેઠળ હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમી ધાટના હરિયાળા જંગલો વચ્ચે પાટા પર દોડતી વંદે ભારત ટ્રેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણી પશ્ચિમ રેલવેના મૈસુર મંડલે બેંગ્લોર-મેંગલોર રેલવે પર વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની શક્યતા ચકાસવા માટે પડકારજનક સકલેશપુર-સુબ્રમણ્યમ રોડ ઘાટ વિભાગમાં પરીક્ષણ ચાલી રહ્યું છે.

પશ્ચિમી ધાટના આ વિસ્તારમાં ગાઢ જંગલો, ઉંચા પહાડો અને હરિયાળી માટે જાણીતું છે. ચોમાસા દરમિયાન સુંદરતા વધી જાય છે. ત્યારે પહાડોમાં હરિયાળી વચ્ચે પસાર થતી વંદે ભારત એક્સપ્રેસનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે.

જો ટ્રાયલ સફળ થાય તો શું બદલાશે?

જો આ પડકારજનક ઘાટ વિભાગ પર પરીક્ષણ સફળ થાય છે, તો તે બેંગલુરુ અને મેંગલુરુ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના નિયમિત સંચાલન માટે માર્ગ મોકળો કરી શકે છે. આનાથી બંને શહેરો વચ્ચે ઝડપી, આરામદાયક અને અનુકૂળ રેલવે કનેક્ટિવિટી પ્રદાન થવાની અપેક્ષા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ મુસાફરી મુસાફરોને માત્ર ઝડપી મુસાફરી જ નહીં પરંતુ પશ્ચિમ ઘાટની સુંદર ખાણો, ગાઢ જંગલો અને પર્વતો વચ્ચે એક અદ્ભુત રેલ અનુભવ પણ પ્રદાન કરશે.

 

 

 

સુંદર નજારા વચ્ચે સફર

આ રુટની ખાસિયત એ છે કે, માત્ર વંદે ભારત ટ્રેન જ નહી હશે. મુસાફરોને પશ્ચિમી ઘાટના પહાડો, જંગલો અને હરિયાળી વચ્ચે સફળ કરવાનો અલગ જ અનુભવ મળશે. આ કારણોસર, આ સંભવિત વંદે ભારત સેવા અંગે મુસાફરો તેમજ સોશિયલ મીડિયા પર ઘણી રુચિ જોવા મળી રહી છે.

 

Trending Video : તાઇવાનનો અભિનેતા ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો, આ રીતે શરુ થઈ Love Story જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.