
પ્રયાગરાજમાં માઘમેળાનું ભવ્ય આયોજન 3 જાન્યુઆરીથી શરુ થવા જઈ રહ્યું છે. જો તમે પણ આ વખતે કુંભમાં ગંગા સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છો. તો આજે અમે માઘ મેળાને લઈ સંપુર્ણ જાણકારી આપીશું.આ મેળો 44 દિવસ સુધી ચાલશે અને અંદાજે 12 થી 15 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે.
પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળા 2026ની તૈયારીને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વની બેઠક કરી હતી. તેમજ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. તેમજ કોઈ પણ પ્રકારનો વીઆઈપી પ્રોટોકોલ લાગુ થશે નહી. તેમણે કહ્યું કે, માઘમેળો માત્ર આસ્થાનું આયોજન નહી પરંતુ ભારતની સનાતન પરંપરા, સામાજિક અનુશાસન અને પ્રશાસનિક દક્ષતાનું પ્રતિક છે. શ્રદ્ધાળુંઓને સુરક્ષિત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણ આપવાની સરકારની પ્રાથમિકતા છે.
બેઠકમાં કહેવામાં આવ્યું કે, માઘ મેળા 2026નું આયોજન 3 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી કુલ 44 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન પૌષ પૂર્ણિમા,મકર સંક્રાંતિ,મૌની અમાવસ્યા, વસંત પંચમી,માઘી પૂર્ણિમા અને મહાશિવરાત્રી જેવા મુખ્ય સ્નાનનો પૂર્વ હશે.
પ્રયાગરાજ જવાનો પ્લાન કરી રહ્યા છો. તો કાર લઈને પણ જઈ શકો છો. આ સિવાય ટ્રેન સૌથી બેસ્ટ વિકલ્પ છે. માઘ મેળાના કારણે અનેક સ્પેશિયલ ટ્રેન પણ શરુ કરવામાં આવશે. ટ્રેન સિવાય તમે બસ દ્વારા પણ જઈ શકો છો. તમે કાનપુર,લખનૌ, મહોબા,ઝાંસી જેવા શહેરો સુધી બસ દ્વારા જઈ શકો છો.
સંગમ સ્નાન કરવા જઈ રહ્યા છો તો. બેગમાં સામાન ઓછો રાખવો ટુંકમાં એવું બેગ પેક કરવું કે, તમને વચન ઉચકવામાં મદદ રહે. તેમજ ગરમ કપડા પણ પેક કરો. તેમજ થોડો સુકો નાસ્તો પણ તમે લઈ જઈ શકોછો. તમારા જરુરી ડોક્યુમેન્ટ પણ તમારી સાથે રાખો.