Solo Traveling : શું તમે સોલો ટ્રાવેલિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો, આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

|

Jun 05, 2023 | 10:01 AM

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના મોટા ભાગના ભાગોમાં મહિલાઓએ એકલા મુસાફરી કરતા પહેલા ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. શું તમે પણ સોલો ટ્રાવેલિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Solo Traveling : શું તમે સોલો ટ્રાવેલિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો, આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Follow us on

સોલો ટ્રાવેલિંગ એટલે કે એકલા મુસાફરી કરવાથી દરેકને સારું લાગે છે. દુનિયાથી દૂર તમારામાં ખોવાઈ જવા માટે, એકલા મુસાફરી કરવાની યોજના બનાવવી શ્રેષ્ઠ છે. એકલા મુસાફરી કરતી વખતે, તમને એક અલગ જ અનુભવ થશે. ન કોઈનું ટેન્શન ન કોઈની જવાબદારી. મુસાફરી કરતી વખતે ગમે ત્યાં જવાનો અનુભવ સોલો ટ્રાવેલિંગને વધુ ખાસ બનાવે છે. પરંતુ જ્યારે સોલો મુસાફરી કરતી મહિલાઓ કે યુવતીઓની વાત આવે છે ત્યારે મનમાં સુરક્ષાનો પણ વિચાર આવે છે.

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના મોટા ભાગના ભાગોમાં મહિલાઓએ એકલા મુસાફરી કરતા પહેલા ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. શું તમે પણ સોલો ટ્રાવેલિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ડેસ્ટિનેશનની માહિતી

તમે જે સ્થળે એકલા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો ત્યાં જતા પહેલા તેની માહિતી એકત્રિત કરો. આ સ્થાનના સ્થાનિક લોકોનું વલણ, પરંપરા અને કાયદા વિશે અગાઉથી જાણો. જેનાથી તમે સમજી શકશો કે આવી જગ્યાની મુલાકાત લેવી જોઈએ કે નહીં. માહિતી વિના તે સ્થાન સુધી પહોંચવાની ભૂલ મોટી હોઈ શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અંગત લોકો સાથે સંપર્કમાં રહો

સૌ પ્રથમ, તમારા પ્રવાસના પ્લાનની જાણ તમારા પરિવાર અથવા નજીકના લોકોને કરો. તેમને હોટેલ, ટ્રાન્સપોર્ટેશન અને કોન્ટેક વિશે માહિતી પણ આપો.આ સિવાય, તમારા ડેસ્ટિનેશનમાં પણ સૌના ટચમાં રહો.

સુરક્ષિત જગ્યા પર રહો

તમે જ્યાં જવાના છો ત્યાં પહોંચ્યા પછી હોટેલ બુક કરાવતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. તમે જ્યાં રહેવાની યોજના બનાવો છો તે હોટેલના ઓનલાઈન રિવ્યું જોઈ લો. એક એવી જગ્યા પસંદ કરો જ્યાં 24 કલાક સુરક્ષાની સુવિધા હોય, કેમેરા અને સુરક્ષા ગાર્ડ હાજર હોય.

ક્નેક્ટેડ રહો

હંમેશા એવો મોબાઈલ રાખો જે કોઈપણ સ્થિતિમાં કામ કરે. આ સિવાય ઈમરજન્સી નંબર તમારી સાથે રાખો અને ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી તમારા ફોન કે ડાયરીમાં લોકલ પોલીસ નંબર સેવ કરો. તમારી સાથે પોર્ટેબલ ચાર્જર લઈ જવાનું ભૂલશો નહીં.

સાવચેત રહો

તમારી આસપાસના વાતાવરણ વિશે હંમેશા સજાગ રહેવાનો પ્રયાસ કરો. મુસાફરી દરમિયાન, એવી શેરીઓમાંથી ન નીકળો જે શાંત હોય. ખાસ કરીને રાત્રે મુસાફરી ન કરો. તમારી આસપાસના લોકો પ્રત્યે પણ સચેત રહેવાનો પ્રયાસ કરો. ઉપરાંત એવા ટ્રાન્સપોર્ટેશન પસંદ કરો જેમાં અસુરક્ષાનું વાતાવરણ ન હોય. આ સિવાય તમારે બેઝિક સેલ્ફ ડિફેન્સ જાણવું જોઈએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:00 am, Mon, 5 June 23

Next Article