
ટ્રેન મુસાફરીનું સૌથી મોટો ફાયદા એ છે કે તમે એક જ સમયે તમારા પરિવાર કે મિત્રો માટે અનેક ટિકિટ બુક કરી શકો છો. ભારતમાં દરરોજ લાખો લોકો લગ્ન, પ્રવાસ, કામ અથવા પરિવાર મુલાકાત માટે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, કારણ કે તે સૌથી સસ્તું અને વિશ્વસનીય સાધન છે. જોકે, ઘણીવાર એવું બને છે કે પાંચ લોકો માટે બુકિંગ કરવામાં આવે છતાં ફક્ત ત્રણની જ ટિકિટ કન્ફર્મ થાય છે. તો પ્રશ્ન એ છે કે બાકીના બે લોકો શું મુસાફરી કરી શકે?
જ્યારે તમે ચાર કે પાંચ લોકો માટે એક જ PNR પર ટિકિટ બુક કરો છો, ત્યારે એ PNRમાં તમામ મુસાફરોની માહિતી નામ, સીટ નંબર, કોચ, ટ્રેન નંબર અને તારીખનો સમાવેશ થાય છે. પહેલાંના નિયમો પ્રમાણે, જો PNR પર કેટલીક ટિકિટ કન્ફર્મ અને કેટલીક વેઇટિંગ લિસ્ટમાં હોય, તો બધા મુસાફરો ટ્રેનમાં ચઢી શકતા. વેઈટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન હોવા છતાં પણ મુસાફરી કરવાની મંજૂરી હતી. પરંતુ હવે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે.
જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો અને તે કન્ફર્મ ન થાય, તો IRCTC તેને આપમેળે કેન્સલ કરી દે છે અને પૈસા રિફંડ કરે છે.
જો ટ્રેનમાં કોઈ મુસાફર મુસાફરી રદ કરે છે અને સીટ ખાલી થાય છે, તો TTE વેઈટિંગ લિસ્ટ ધરાવતા મુસાફરને સીટ આપવામાં મદદ કરશે.