IRCTC Tour Package : હરિદ્વાર, ઋષિકેશ,અમૃતસર અને માતા વૈષ્ણોદેવીની સસ્તામાં મુસાફરી કરો, માત્ર આટલા રૂપિયા કરવો પડશે ખર્ચ

IRCTC Tour Package : જો તમે પણ વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. ચાલો જાણીએ, આ પેકેજ સંબંધિત મહત્વની માહિતી.

IRCTC Tour Package : હરિદ્વાર, ઋષિકેશ,અમૃતસર અને માતા વૈષ્ણોદેવીની સસ્તામાં મુસાફરી કરો, માત્ર આટલા રૂપિયા કરવો પડશે ખર્ચ
| Edited By: | Updated on: Apr 05, 2023 | 4:19 PM

IRCTC લિમિટેડે હરિદ્વાર- (હરિ કી પૌડી અને ગંગા આરતી, મનસા દેવી) ઋષિકેશ-અમૃતસર (સુવર્ણ મંદિર, જલિયાવાલા બાગ)ની મુલાકાત કરાવવામાં આવશે.IRCTC ઘણીવાર ફરવા માટે શ્રેષ્ઠ અને સસ્તા ટૂર પેકેજો સાથે આવે છે. IRCTC ટુર પેકેજો ઓછા દિવસોમાં વધારે સ્થાનોને આવરી લે છે. આ દરમિયાન વાહનવ્યવહારના સાધનોની સાથે સ્થાનિક પરિવહન, રહેવા માટે રૂમ અને ખાવા-પીવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. બજેટમાં મુસાફરોને આ સંપૂર્ણ સુવિધા આપવાની સાથે IRCTC સુરક્ષા પણ પૂરી પાડે છે.

પ્રવાસીઓ આ સુંદર અને લોકપ્રિય સ્થળોની મુલાકાત લેવા માટે IRCTC ટૂર પેકેજ બુક કરી શકે છે. ભારત ગૌરવ વિશેષ પ્રવાસી ટ્રેન દ્વારા “ઉત્તર ભારત દેવભૂમિ દર્શન યાત્રા વડોદરા” આ પ્રવાસનો લાભ લેવા માટે તમે વડોદરા, આણંદ, નડિયાદ, સાબરમતી Sabarmati BG, કલોલ મહેસાણા, ઊંઝા, પાલનપુર જંક્શનથી બેસી શકો છો. જેના માટેની ટ્રેન 11 મેના રોજ વહેલી સવારે હશે.

પેકેજનું નામ – Uttar Bharat Devbhumi Darshan Yatra

પેકેજ અવધિ – 7 રાત/ 8 દિવસ

મુસાફરી મોડ – ટ્રેન

પ્રવાસન સ્થળો – હરિદ્વાર અને ઋષિકેશ ,અમૃતસર , માતા વૈષ્ણોદેવી

વર્ગ -ઇકોનોમી ક્લાસ

પ્રવાસની તારીખ -11.05.2023

ટિકિટ- રૂ.17100

આ પણ વાંચો : ઉનાળાની રજાઓમાં બાળકોને આ પાર્કની મુલાકાત કરાવો, બાળકો ભરપુર આનંદ માણશે

આ સુવિધા મળશે

આ પેકેજમાં તમને સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન મળશે. તેમજ અન્ય સુવિધાઓ પણ મળશે

 

 

IRCTCએ ટ્વિટ કરીને માહિતી આપી

IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે હરિદ્વાર અને ઋષિકેશ,અમૃતસર અને માતા વૈષ્ણોદેવી સુંદર સ્થળોની મુલાકાત લેવા માંગતા હો, તો તમે IRCTCના આ અદ્ભુત ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.

આ રીતે તમે ટિકિટ બુક કરાવી શકો છો

તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.