IRCTC Tour Package: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરો કાશ્મીરની વાદીઓ, પેકેજમાં રહેવા-જમવાની સુવિધા મળશે

|

Mar 20, 2023 | 11:35 AM

IRCTC પ્રવાસીઓ માટે સમયાંતરે સસ્તા ટૂર પેકેજ ઓફર કરે છે. આ ટૂર પેકેજ દ્વારા, તમે ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ પેકેજમાં મુસાફરોના રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

IRCTC Tour Package: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરો કાશ્મીરની વાદીઓ, પેકેજમાં રહેવા-જમવાની સુવિધા મળશે

Follow us on

જમ્મુ કાશ્મીરની સુંદરતા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. જો તમે કાશ્મીર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આઈઆરસીટીસી તમારા માટે શાનદાર પેકેજ લઈને આવ્યું છે. જેમાં  ઓછા બજેટમાં તમે કાશ્મીરની વાદીઓમાં ફરી શકો છો. આ ટૂર પેકેજમાં તમને ફ્લાઈટમાં મુસાફરી કરશો. આ પેકેજમાં રહેવા-જમવાની ફ્રિ સુવિધા મળશે. આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે.

પેકેજની વિગતો જુઓ

  • પેકેજનું નામ- જન્નત-એ-કાશ્મીર
  • પેકેજનો સમય- 5 રાત અને 6 દિવસ
  • મુસાફરી મોડ- ફ્લાઇટ
  • ફરવાના સ્થળો- શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ

મળશે આ સુવિધા

1. રહેવા માટે હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2. 5 બ્રેકફાસ્ટ અને 5 ડિનરની સુવિધા ઉપલબ્ધ રહેશે.

3. ફરવા માટે વાહનની સુવિધા ઉપલબ્ધ થશે.

 

આ પણ વાંચો : Indian Railway : શું તમે TTE અને TC વચ્ચેનો તફાવત જાણો છો ? કોને હોય છે ટિકિટ ચેક કરવાનો અધિકાર ?

પ્રવાસ માટે આટલો ચાર્જ લેવામાં આવશે

1. જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 60,100 રૂપિયા ચૂકવવા પડશે.

2. તે જ સમયે, બે લોકોએ 44,900 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.

3. ત્રણ લોકોએ 44,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.

4. બાળકો માટે તમારે અલગ ફી ચૂકવવી પડશે. બેડ સાથે 41,300 અને બેડ વગર રૂ. 37,900

 

 

IRCTC ટ્વિટ કરી જાણકારી આપી

IRCTCએ આ ટુર પેકેજ વિશે જાણકારી આપતા એક ટ્વિટ શેર કર્યું છે. જેમાં જણાવ્યું કે, જો તમે કાશ્મીરની ખુબસુરતીનો આનંદ માણવા માંગો છો તો આઈઆરસીટીસી આ શાનદાર ટુર પેકેજનો લાભ ઉઠાવી શકો છો.

આ પણ વાંચો : IRCTC Tour Package: ચૈત્ર નવરાત્રિ પર માત્ર 10 હજારમાં વૈષ્ણોદેવી સહિત આ 5 મંદિરની મુલાકાત લો

આવી રીતે કરી શકો છો બુકિંગ

તમે આ ટુર પેકેજનું બુકિંગ આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા કરી શકો છો. આ સિવાય આઈઆરસીટીસી પ્રવાસી સુવિધા કેન્દ્ર દ્વારા પણ કરી શકાશે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

Published On - 3:22 pm, Wed, 15 March 23

Next Article