શું તમે ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈ જઈ શકો છો? જાણી લો નિયમ

ભારતીય ટ્રેનમાં સફર દરમિયાન તમારે અનેક વાતનું ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે, જો તમે આવું કરતા નથી તો તમારા પર દંડ લાગી શકે છે કે, તમને જેલ થઈ શકે. ટ્રેનમાં અલપીજી ગેસ સિલિન્ડર લઈ જઈ શકો છો કે નહી?આ વિશે તમને ખબર હોવી જોઈએ.

શું તમે ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈ જઈ શકો છો? જાણી લો નિયમ
| Updated on: Apr 21, 2026 | 11:54 AM

હાલમાં એલપીજી ગેસ સિલન્ડરને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે, મિડિલ ઈર્સ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે અનેક દેશોમાં એલપીજી ગેસ સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલની મુશ્કેલીઓ થઈ રહી છે એવી ચર્ચાઓ ચાલી રહી છે.શું તમે ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈ જઈ શકો છો? જાણી લો નિયમ

શું ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈ જઈ શકો?

ટ્રેનમાં એલપીજી ગેસ સિલિન્ડર લઈ જવાની મનાઈ છે

આ માટે ટ્રેનમાં ભારતીય રેલવે એક્ટ 1989ના સેક્શન 67,154 ,164 અને 165 લાગુ થાય છે.

આ હેઠળ ભારતીય ટ્રેનોમાં તમે જ્વલનશીલ પદાર્થ લઈ મુસાફરી કરી શકશો નહી કારણ કે, આ કાનુની રુપથી દંડનીય છે.

ટ્રેનમાં શું કોઈ દંડ થઈ શકે છે?

હા, જો તમે ટ્રેનમાં LPG સિલિન્ડર લઈ જાઓ છો તો તમને દંડ થઈ શકે છે.

જો તમે ટ્રેનમાં LPG સિલિન્ડર લઈ જતા પકડાઈ જાઓ છો, તો તમને 1,000 સુધીનો દંડ થઈ શકે છે.

શું જેલ થઈ શકે ?

હા જો તમે ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈ જાવ છો. તો તમને જેલ થઈ શકે છે. જેમાં 3 વર્ષની જેલની પણ સજા છે.

LPG સિલિન્ડર : ભરેલા હોય કે ખાલી, તેમને પેસેન્જર ડબ્બામાં લઈ જવાની મંજૂરી નથી.

અન્ય પ્રતિબંધિત વસ્તુઓ : જ્વલનશીલ તેલ, ચૂલા, ફટાકડા અને એસિડ પણ પ્રતિબંધિત છે.

કાનૂની કાર્યવાહી : આ રેલ્વે એક્ટ 1989 હેઠળ ગુનો છે.

તમને જણાવી દઈએ તો. ભારતીય રેલ્વેના નિયમો અનુસાર જ્વલનશીલ પદાર્થો લઈ જવા એ ગુનો છે. આમ કરવાથી 1,000 નો દંડ અથવા 3 વર્ષ સુધીની કેદ (અથવા બંને) થઈ શકે છે. આ મુસાફરોની સલામતી માટે મોટો ખતરો છે અને મુસાફરી દરમિયાન પકડાઈ જવા પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

ટ્રેનમાં કઈ વસ્તુઓ લઈ જઈ શકાતી નથી?

ગેસ સિલિન્ડર

પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન

સ્ટોવ અને ફાયરપ્લેસ

જોખમી રસાયણો

ફટાકડા

ગનપાઉડર

હથિયાર

તમે ટ્રેનમાં વધુમાં વધુ 20 કિલો ઘી જ લઈ જઈ શકો છો, અને તે પણ ટીન કન્ટેનરમાં ચુસ્ત રીતે પેક કરીને. છૂટક ઘી લઈ જવા પર પ્રતિબંધ છે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે.  અહી ક્લિક કરો

Published On - 11:24 am, Tue, 21 April 26

Follow Us