Breaking News : ભારતીય રેલવેના AC કોચમાં ચોરી, 4 વર્ષમાં1.27 કરોડ ચાદર, ટુવાલ, ધાબળા અને ઓશિકા ગુમ

RTI પાસેથી મળેલા આંકડાથી ખુલાસો થયો કે, ભારતીય રેલવેના AC કોચમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં બેડશીટ, ટુવાલ,ધાબડા અને ઓશિકા ગુમ થઈ રહ્યા છે. જેનાથી રેલવેને મોટું નુકસાન થાય છે.

Breaking News : ભારતીય રેલવેના AC કોચમાં ચોરી, 4 વર્ષમાં1.27 કરોડ ચાદર, ટુવાલ, ધાબળા અને ઓશિકા ગુમ
Image Credit source: AI
| Updated on: Jul 13, 2026 | 11:32 AM

ભારતીય રેલવેના એસી કોચમાં દરરોજ રાત્રે મોટી સંખ્યામાં યાત્રિકો મુસાફરી કરે છે. આ માટે લોકોને સુવા માટે 2 બેડશીટ,એક ઓશિકું, એક ધાબળો આપવામાં આવે છે. ટિકિટની સાથે આ સુવિધા મફતમાં મળે છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે,સફળ પૂર્ણ થયા બાદ અંદાજે 1000માંથી એક યાત્રિક એવો હોય છે. જે પોતાની સાથે આમાંથી એક વસ્તુ લઈ જાય છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસે ભારતીય રેલવેની તમામ 69 ડિવિઝન પાસેથી આરટીઆઈ હેઠળ જાણકારી માંગી છે. જેમાં અનેક વાત સામે આવી છે. 69 માંથી 54 રેલવે ડિવીઝન પાસેથી જવાબ મળ્યો છે. જવાબના વિશ્લેષણથી જાણ થઈ છે કે, કોરોના મહામારી બાદ જ્યારે બેડરોલની સેવાઓ ફરી શરુ થઈ તો જાન્યુઆરી 2022થી મે 2026 સુધી અંદાજે 1.27 કરોડ બેડરોલ ચોરી થયા હતા. સામે આવેલા આંકડાથી જાણ થાય છે કે, 2022 થી 2025 વચ્ચે ચોરીની ઘટનાઓમાં 56 ટકા વધારો થયો છે આને તમે ચોરી કે પછી લોકોની લાલચ પણ કહી શકો છો.

104.51 કરોડ રુપિયાનું નુકસાન

આરટીઆઈના આંકડાથી એ જાણ થાય છે કે, ચોરીના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામ પર રાખેલા કોચ અટેન્ડેટ્સનું કહેવું છે કે, ચોરીના કારણે થયેલા નુકસાનની ચૂકવણી તેની સેલેરીમાંથી કરવામાં આવે છે.

રેલવે મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, આ મુદ્દો ખુબ ગંભીર છે. આવું કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પ્રવક્તાએ જણાવ્યું કે, રેલવેને ચોરી મામલે તેના કર્મચારીઓની મિલીભગતના કોઈ પુરાવા મળ્યા નથી.આરટીઆઈના આંકડા મુજબ રેલવેના 7 ઝોનના 10 મંડળોમાં કુલ ચોરીની 67 ટકા ઘટનાઓ બની છે. જેમાં બીકાનેર,જોધપુર અને જયપુર રાંચી, દિલ્લી, મુંબઈ, અમદાવાદ,સોનપુર અને દાનાપુર અને બિલાસપુર સામેલ છે.

રેલવે મંત્રાલયના પ્રવક્તાએ આ મુદ્દાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. તેમણે જણાવ્યું કે રેલવેમાં આવી ચોરી અટકાવવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પ્રવક્તાએ એ પણ સ્પષ્ટતા કરી કે આજ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે રેલવે સ્ટાફ ચોરીમાં સામેલ હતો. રેલવે અધિકારીઓ માને છે કે જાહેર સંપત્તિના રક્ષણ અંગે મુસાફરોમાં જાગૃતિ વધારવી એ સુરક્ષાને મજબૂત બનાવવા જેટલું જ મહત્વપૂર્ણ છે.

Breaking News : રેલવે મંત્રીએ ગુજરાતીઓ માટે આપી ગુડ ન્યુઝ, આ દિવસથી તમે બુલેટ ટ્રેનની મુસાફરી કરી શકશો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.