
જો તમે અમરનાથ યાત્રામાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આજે એટલે કે, 17 એપ્રિલ સોમવારથી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરુ થયુ છે. અમરનાથ યાત્રા માટે 31 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. જેના માટે તમારે જરુરી કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. કારણ કે, આ યાત્રા માટે 13 થી 70 વર્ષ સુધીના લોકો જ ઓનલાઈન આવેદન કરી શકે છો પરંતુ 6 અઠવાડિયાથી વધુ પ્રેગ્નેટ મહિલાઓને આ યાત્રા માટની પરવાનગી નથી.
આ પણ વાંચો : Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ, પહેલાથી જ કરી લો આ તૈયારી નહીં થાય કોઈ મુશ્કેલી
જો તમે ભારતીય નાગરિક છો અમરનાથ યાત્રા માટે તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવવા માટે નિયુક્ત બેંક શાખાઓ દ્વારા પ્રતિ યાત્રી દીઠ 120 રૂપિયા ચૂકવવા પડશે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની ફી 220 રૂપિયા પ્રતિ પેસેન્જર છે. બીજી તરફ, જો તમે NRIની સિરીઝમાં આવો છો, તો તમારે PMB દ્વારા 1520 રૂપિયા પ્રતિ યાત્રી ફી ચૂકવવી પડશે.
યાત્રા 2023થી શરુ કર્યા પહેલા તમામ રજીસ્ટર યાત્રિકો માટે જમ્મુ કાશ્મીર સ્થિત કોઈ પણ કેન્દ્રમાંથી આરએફઆઈડી કાર્ડ મેળવવાનું રહેશે. યાત્રા દરમિયાન ગળામાં આરએફઆઈડી ટેગ પહેરીને રાખો.
જો તમે આ ગ્રુપની સાથે રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો 5 થી 50થી ઓછી સંખ્યા ધરાવતા ગ્રુપે SASB ને પોસ્ટ દ્વારા તમામ સભ્યોના જરૂરી દસ્તાવેજો મોકલીને ગ્રુપ નોંધણી માટે અરજી કરી શકે છે. તમે વેબસાઇટ https://jksash.nic.in પર આપેલા સરનામા પર તમામ માહિતી મોકલી શકો છો.
જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો.