
આજની ભાગદોડ લાઈફમાં ઘર જ એક એવી જગ્યા છે જ્યાં માણસ દિવસભરના થાક બાદ થોડી શાંતિ અને સુકુન ઈચ્છે છે. પરંતુ જો ભૂલથી પણ જો તમારા ઘરની બાજુમાંથી કોઈ મુખ્ય રોડ પસાર થતો હોય તો આખો દિવસ ત્યાંથી પસાર થતા વાહનોનો અવાજ તમને ચેન નહીં પડવા દે. તમારી થોડી ઘડીની શાંતિ પણ છીનવી લેશે. ઘરમાં આવતા આવતા વાહનોના હોર્નના ઘોંઘાટને દૂર રાખવા માટે તમે ગમે તેટલી બારીઓ કે દરવાજા બંધ રાખો છતા અવાજ ઘરમાં આવ્યા જ કરે છે અને તમારી શાંતિને ખલેલ પહોંચે છે.
આવી સ્થિતિમાં તમે ઘર બદલવાનું વિચારવા લાગો છો પરંતુ ઘરને બહારના ઘોંઘાટથી બચાવવા ઘરમાં મોટા-મોટા ફેરફાર કરી હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. એક્સપર્ટ કહે છે કે ઘરમાં કેટલાક નાના અને સ્માર્ટ બદલાવ કરી બહારની અવાજોને અંદર આવવાથી તમે રોકી શકો છો. ચાલો જાણીએ એવી કેટલીક ટ્રિક્સ વિશે જેની મદદથી તમે તમારા ઘરને સાઉન્ડપ્રુફ બનાવી શકો છે.
જો તમે ઘરમાં પાતળા પડદા લગાવ્યા હોય તો તેની જગ્યાએ મોટા અને ભારે ફ્રેબ્રિકવાળા પડદા લગાવો. ખાસ કરીને ડબલ લેયરવાળા પરદા બહારથી આવતા અવાજને ઘણા ખરા અંશે શોષી લે છે, જો બારી રોડની સાઈડમાં હોય તો બારીથી જમીન સુધી લાંબા પરદા લગાવવા વધુ સારુ રહે છે.
ખાલી ફર્શ પર વધુ અવાજ આવે છે, એવામાં ઘરમાં ફર્શ પર મોટી કાર્પેટ કે જાડા ગાલીચા લગાવવાથી અવાજ ઓછો મહેસુસ થાય છે. તેની પગનો અવાજ પણ ઓછો થઈ જાય છે. અને ઘરમાં થોડી શાંતિ લાગે છે.
ક્યારેક બહારનો અવાજ દરવાજા અને બારીઓ બંધ હોય તો પણ તેની કિનારીઓમાંથી બહારનો અવાજ અંદર પ્રવેશે છે. તેના માટે રબર સીલ લગાવવા, વેધર સ્ટ્રીપ કે ડોર સ્વીપ લગાવવી ઘણી ફાયદાકારક છે .આ ટ્રીકથી માત્ર અવાજ જ નહીં પરંતુ ધૂળ અને ગરમ હવા પણ અંદર પ્રવેશી શક્તી નથી.
જો તમારા ઘરની દિવાલો બિલકુલ ખાલી હોય તો અવાજના પડઘા પડે છે. દીવાલો પર ફેબ્રિક વોલ આર્ટ લટકાવવા, મોટા પેઈન્ટીંગ્સ, બુકશેલ્ફ બનાવવુ અથવા તો દિવાલો પર ટેક્ષ્ચર વોલપેપર લગાવવાથી અવાજ ઓછો કરી શકાય છે. એક્સપર્ટ્સ સૂચવે છે કે સોફ્ટ વસ્તુઓ ધ્વનિ તરંગોને શોષવામાં મદદ કરે છે.
ઘરની અંદર મોટા ઇન્ડોર પ્લાન્ટ્સ અને બાલકનીમાં પણ મોટા છોડ લગાવવાથી અવાજનું સ્તર ઓછુ થાય છે. આ સાથે જ ઘરનો માહોલ ફ્રેશ અને ઠંડો પણ રહે છે. જો બહારના રોડનો અવાજ વધારે આવતો હોય તો બાલકનીમાં પ્લાન્સની લાઈન લગાવી દેવાથી અવાજ આવતો નથી.
ભારે કબાટ, બુક શેલ્ફ કે સોફાને એ દિવાલની પાસે રાખવામાં આવે જ્યાંથી વધુ અવાજ આવે છે તો અવાજ થોડી બ્લોક થઈ શકે છે. આ જ કારણ છે કે એક્સપર્ટ ભારે અને સોફ્ટ ફર્નિચરને ‘નેચરલ સાઉન્ડ બેરિયર’ માને છે.
Published On - 1:47 pm, Tue, 2 June 26