શિયાળામાં રાત્રે ગરમ રહેવા માટે ઘણા લોકો હીટર ચાલુ રાખીને સૂવાનું પસંદ કરે છે, પરંતુ આ આદત શરીર માટે નુકસાનકારક બની શકે છે. હીટરનો યોગ્ય ઉપયોગ ન થાય તો તે ત્વચા, ગળો અને આંખો સૂકવી નાખે છે, તેમજ ડિહાઇડ્રેશન અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. તેથી, હીટરનો સાચો અને સુરક્ષિત ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. આ વિષય પર ચાલો ડૉ. સુભાષ ગિરી પાસેથી જાણીએ.
સતત હીટર ચાલવાથી શરીર પર શું અસર થાય છે?
- સતત હીટર ચાલવાથી રૂમની હવામાંથી ભેજ ઓછી થાય છે અને હવા અત્યંત સૂકી બને છે. તેના કારણે:
- ત્વચા, હોઠ અને ગળામાં સૂકાપો
- નાકમાં બળતરા અને આંખોમાં ખંજવાળ
- ડિહાઇડ્રેશન અને થાક
- ઊંઘની ગુણવત્તામાં ઘટાડો
- અસ્થમા અને એલર્જી ધરાવતા લોકોમાં વધતી તકલીફ
- ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શરદી–ઉધરસવાળા લોકો માટે આ વધુ જોખમકારક છે.
ડૉ. સુભાષ ગિરી શું સલાહ આપે છે?
RML હોસ્પિટલના મેડિસીન વિભાગના ડૉ. સુભાષ ગિરી અનુસાર. હીટર ચાલુ રાખીને સૂવામાં કંઈ ખોટું નથી, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જ નુકસાન ટાળી શકાય છે. હીટરનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે ડૉક્ટર વિવિધ સલાહ આપે છે.
શિયાળામાં હીટરનો યોગ્ય ઉપયોગ આ બાબતો ધ્યાનમાં રાખો
- હીટરની બાજુમાં પાણીની ડોલ અથવા હ્યુમિડિફાયર રાખો , રૂમમાં ભેજ જળવાય છે
- આખી રાત ફુલ પાવર પર હીટર ન ચલાવો, લો મોડ અથવા ટાઈમર નો ઉપયોગ કરો
- સૂતા પહેલા મોઈશ્ચરાઈઝર લગાવો, ત્વચાને સૂકાઈ જતા અટકાવે છે
- દિવસભર પૂરતું પાણી પીવાનું ચાલુ રાખો
- રૂમમાં હળવું વેન્ટિલેશન જાળવો
- બાળકો અને વૃદ્ધો જ્યાં સૂતા હોય તે રૂમમાં હીટરનો ઉપયોગ મર્યાદિત કરો.