Skin Care Tips : આ ચાર પ્રકારના લોટમાં છુપાયેલુ છે સુંદરતાનું રહસ્ય, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરશો

|

Dec 11, 2021 | 5:06 PM

શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. તેથી તેને ખાસ કાળજીની જરૂર છે. આ માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી, તમારી ત્વચાને સુંદર બનાવવાનો ફોર્મ્યુલા તમારા રસોડામાં જ હાજર છે.

Skin Care Tips : આ ચાર પ્રકારના લોટમાં છુપાયેલુ છે સુંદરતાનું રહસ્ય, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરશો
Skin Care Tips

Follow us on

શિયાળા(Winter) દરમિયાન ત્વચા(Skin)ની જાળવણી એ એક મોટો પડકાર છે કારણ કે આ ઋતુ(Season)માં ત્વચામાં શુષ્કતા ખૂબ વધી જાય છે. આમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે. ત્વચા નિસ્તેજ દેખાય છે. આવી સ્થિતિમાં ત્વચાની યોગ્ય કાળજી(skin care) લેવી ખૂબ જ જરૂરી છે. માર્કેટમાં બ્યુટી પ્રોડક્ટ્સ(Beauty products) ખૂબ મોંઘા મળે છે, સાથે જ તેની અસર પણ જલ્દી જતી રહે છે.

 

જો તમને પણ આવી સમસ્યા છે તો ચિંતા કરવાની જરૂર નથી. તેનો ઈલાજ તમારા રસોડામાં જ હાજર છે. જે લોટનો તમે શિયાળામાં રોટલી ખાઈને તમારું સ્વાસ્થ્ય બનાવો છો, એ જ લોટ તમારી ત્વચાને પણ સારી બનાવી શકે છે. ત્વચા પર તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં છે.

મકાઈનો લોટ
ત્વચાની ડ્રાયનેસ અને પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવા માટે મકાઈનો લોટ ખૂબ જ સારો માનવામાં આવે છે. તેમાં રહેલું પ્રોટીન ત્વચામાં કોલેજન વધારવામાં મદદ કરે છે. શિયાળામાં, એક ચમચી મકાઈના લોટમાં એક ચમચી કાચું દૂધ અને એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને ત્યારબાદ ચહેરો ધોઈ લો. તેની ખૂબ જ સારી અસર ચહેરા પર જોવા મળે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જુવારનો લોટ
તે જાડો હોવાથી તેનો ફેસ સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકાય છે. તેનાથી તમારા ચહેરા પરથી ડેડ સ્કિન દૂર થશે અને ત્વચા પર ગ્લો જોવા મળશે. સ્ક્રબિંગ માટે, એક ચમચી જુવારના લોટમાં એક ચમચી કાચું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી રાખો. ત્યારબાદ ચહેરો સાફ કરી લો. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી ત્વચાની ચમક જળવાઈ રહેશે.

બાજરીનો લોટ
બાજરીનો લોટ ચહેરા પર ટાઇટનેસ લાવે છે. તે તમારી કરચલીઓની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. તમારી ત્વચામાંથી ટેનિંગ પણ દૂર કરે છે. આ માટે એક ચમચી બાજરીનો લોટ, એક ચમચી કાચું દૂધ અને એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. જ્યારે સુકાઈ જાય, ત્યારે ચહેરા પર પાણીનો છંટકાવ કરો અને હાથને ઘડિયાળની દિશામાં મસાજ કરતા મો પરથી કાઢો. તે ક્લીન્ઝર તરીકે પણ કામ કરે છે.

ઘઉંનો લોટ
તમે ઘઉંના લોટનો ઉપયોગ માત્ર તમારા ચહેરા માટે જ નહીં પરંતુ આખા શરીરના રંગને જાળવી રાખવા માટે પણ કરી શકો છો. તેના માટે એક ચોથા કપ ગુલાબજળમાં બે ચમચી ઘઉંનો લોટ આખી રાત પલાળી રાખો. આ મિશ્રણને સવારે ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ચહેરો સાફ કરી લો. તે મૃત ત્વચાને દૂર કરે છે અને ત્વચાને ચમક આપે છે.

 

આ પણ વાંચો : માતાના નિર્ણયથી દીકરો પહોંચ્યો એકેડમી, દાદાનો ખાસ સહકાર, મુશ્કેલીમાં પિતા બન્યા કોચ, જાણો ભારતની અંડર-19 ટીમના કેપ્ટનની કહાની

આ પણ વાંચો : AHMEDABAD : ”વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકરની જેમ ભળે છે પાટીદાર સમાજ”, ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનનું નિવેદન

Published On - 5:02 pm, Sat, 11 December 21

Next Article