
પેટ્રોલિયમ જેલી લિપ બામ : પેટ્રોલિયમ જેલી લિપ બામ બનાવવા માટે 1 ટેબલસ્પૂન પેટ્રોલિયમ જેલી, 1 ટેબલસ્પૂન નારિયેળ તેલ, 1 ચમચી મધ અને 2 વિટામિન ઇ કેપ્સ્યૂલ લો. પેટ્રોલિયમ જેલીને એક તપેલીમાં મૂકો અને તેને મધ્યમ તાપ પર ઓગાળી લો. જ્યારે તે ઓગળે ત્યારે તેમાં નારિયેળ તેલ અને મધના થોડા ટીપાં ઉમેરો. આ પછી વિટામિન ઇ કેપ્સ્યુલનું તેલ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને પછી તેને કન્ટેનરમાં મૂકો. તેને લગભગ 30 મિનિટ સુધી ઠંડુ થવા દો. તમારું હોમમેડ લિપ બામ તૈયાર છે. જે હોઠને નરમ અને હાઇડ્રેટેડ રાખશે.

નાળિયેર લિપ બામ : નારિયેળના કુદરતી મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોઠને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ રેસીપી કલાકો સુધી હોઠને નરમ અને ચમકદાર રાખે છે. આ બામ બનાવવા માટે નારિયેળ તેલ અને પેટ્રોલિયમ જેલીને સમાન માત્રામાં મિક્સ કરો. પછી આ મિશ્રણને એરટાઈટ કન્ટેનરમાં મૂકો અને લગભગ 30 મિનિટ સુધી ફ્રીઝ થવા માટે રાખો. તૈયાર છે તમારું લિપ બામ.

આ હોમમેઇડ લિપ બામ ઘરે બનાવીને તમે તમારા હોઠને ફાટવાથી બચાવી શકો છો.