Skin Care :ચહેરાને ચમકાવવા ઘરે જ ટ્રાય કરો બદામનો ફેસપેક

બદામમાં વિટામિન ઇ સહિત અન્ય પોષક તત્વો હોય છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ ફેશિયલ, સ્ક્રબ અને ઓઇલ તરીકે કરી શકો છો. ચાલો જાણીએ કે, આપણે બદામનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ

Skin Care :ચહેરાને ચમકાવવા ઘરે જ ટ્રાય કરો બદામનો ફેસપેક
skin care know how to use almond oil for glowing and healthy skin
| Edited By: | Updated on: Sep 13, 2021 | 9:49 AM

Skin Care :ચોમાસામાં ભેજ અને પ્રદૂષણને કારણે ત્વચાની સંભાળ રાખવી મુશ્કેલ બની જાય છે. ત્વચાને સ્વચ્છ રાખવા માટે આ ઋતુમાં સ્ક્રબ કરવું ખૂબ જ જરૂરી છે.

બજારમાં ઘણા પ્રકારના સ્ક્રબ ઉપલબ્ધ છે. પરંતુ ઘરે બનાવેલું સ્ક્રબ વધુ ફાયદાકારક છે. તે ત્વચાને ક્લીન કરવામાં મદદ કરે છે અને નરમ રાખે છે.ઘરે બનાવેલ બદામ અને દહીંનું સ્ક્રબ (Scrub) ત્વચા માટે ફાયદાકારક છે. તમે તેને સરળતાથી તમારા ચહેરા પર લગાવી શકો છો. બદામમાં ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે ફાયદાકારક હોય છે.

બદામનું સ્ક્રબ (Almond scrub)ત્વચા પરથી મૃત ત્વચાને દૂર કરવાનું કામ કરે છે. આ સિવાય, તે કરચલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ ફેસ સ્ક્રબ ઓઇલી સ્કિન માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે તમારી ત્વચામાંથી વધારાનું તેલ (Oil)દૂર કરીને ચમક લાવવામાં મદદ કરે છે.

બદામ દહીં ફેસ પેક

આ સ્ક્રબ બનાવવા માટે તમારે બદામ, દહીં, બદામ તેલ (Almond oil)ની જરૂર છે. આ સ્ક્રબ બનાવવા માટે સૌથી પહેલા બદામને પીસી લો. બદામને ખૂબ બારીક પીસશો નહીં. આ સિવાય દહીંનું સ્ક્રબ (Curd scrub)બનાવવા માટે, દહીંને સુતરાઉ કપડામાં ચાળીને તેનું પાણી સારી રીતે કાઢી લો.

દહીં મિક્સ કર્યા બાદ તેમાં એક ચમચી બદામનું તેલ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો અને તેમાં બદામ ઉમેરો. આ ત્રણ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.

બદામનો પાવડર (Almond powder) ઉમેરતા પહેલા, બદામનું તેલ દહીં સાથે મિક્સ કરો જેથી તે તમારી ત્વચામાં સારી રીતે કામ કરે. બદામનું સ્ક્રબ ત્વચામાં જમા થયેલી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.

કેવી રીતે લગાવવું

સ્ક્રબ લગાવતા પહેલા તમારા ચહેરાને ફેસ વોશથી ધોઈ લો. આ સાથે, ત્વચામાં ગંદકી અને વધારાનું તેલ સાફ થઈ જાય છે. ત્વચાને સારી રીતે ધોયા બાદ બદામ અને દહીંનો ફેસ સ્ક્રબ લગાવો. ત્વચામાં છુપાયેલી ગંદકી સાફ કરો. બદામમાં વિટામિન ઇ  (Vitamin E.)સહિત ઘણા પોષક તત્વો હોય છે જે ત્વચાની ક્લીન કરે છે આ સિવાય તે પોષણ પણ આપે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : US Open 2021: ડેનિલ મેદવેદેવ ચેમ્પિયન બન્યો, નોવાક જોકોવિચનું સ્વપ્ન તોડ્યું કહ્યું -સોરી