Rose Water : આ એક પાણી, ત્વચા પર કરશે જાદુની જેમ કામ, આપશે અનેક સમસ્યાઓથી છુટકારો

|

Apr 16, 2022 | 9:09 AM

ગુલાબજળમાં (Rose Water )ઘણા બધા એન્ટિ-ઇન્ફેક્શન ગુણો પણ હોય છે, જેની મદદથી ઘણા પ્રકારના બેક્ટેરિયા અને ફૂગના વિકાસની ગતિને ધીમી કરી શકાય છે. આ સાથે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ ઉત્તેજિત કરે છે, જે ચેપ સામે લડવામાં મદદ કરે છે.

Rose Water : આ એક પાણી, ત્વચા પર કરશે જાદુની જેમ કામ, આપશે અનેક સમસ્યાઓથી છુટકારો
Rose Water Benefits (Symbolic Image )

Follow us on

ગુલાબ જળ (Rose Water ) એ ખૂબ જ સુખદ સુગંધ (Smell )સાથેનું એક વિશિષ્ટ પ્રવાહી છે, જેનો ઉપયોગ ત્વચાની(Skin ) સુંદરતા વધારવા અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે થાય છે. ગુલાબજળ ખાસ કરીને ત્વચાના કાયાકલ્પ માટે ખાસ દવા તરીકે જાણીતું છે. જો કે, તેમાં અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ જોવા મળે છે, જેની મદદથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઘરે જ ઈલાજ કરી શકાય છે. ગુલાબની પાંખડીઓ અને પાણીને મિક્સ કરીને એક ખાસ પદ્ધતિથી ગુલાબજળ બનાવવામાં આવે છે. તે ખૂબ જ સુખદ સુગંધ આપે છે, જેનો ઉપયોગ સાબુ, શેમ્પૂ અને અન્ય ઘણા કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે. આજકાલ, બજારમાં વિવિધ બ્રાન્ડ્સમાં ગુલાબ જળ ઉપલબ્ધ છે.

ગુલાબજળના ફાયદા

1. ત્વચા રોગ મુક્ત રાખવા માટે ગુલાબજળ

ત્વચામાં વિવિધ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ત્વચાના કોષોને નુકસાનથી બચાવે છે. આ સાથે, તેના બળતરા વિરોધી ગુણધર્મો ત્વચામાં સોજો, બળતરા અને લાલાશ જેવી સમસ્યાઓના ઉપચારમાં પણ મદદ કરે છે.

2. ગુલાબજળમાં આંખોને સ્વસ્થ રાખવાના ગુણ હોય છે

ગુલાબજળમાં કેટલાક ખાસ તત્વો જોવા મળે છે, જે આંખો માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ આંખોમાં બળતરા, ગ્લુકોમા અને આંખમાં શુષ્કતા જેવી સમસ્યાઓની સારવાર માટે આંખના ટીપા તરીકે ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

3. ગુલાબજળ ત્વચાના ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે

ત્વચા પરના ઘા માટે પણ ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે, તે ઘાના સોજા અને લાલાશને જલદી મટાડે છે. તેની એન્ટિસેપ્ટિક અસર ઘાના ઝડપી ઉપચારમાં પણ મદદ કરે છે.

4. ગુલાબજળ ચેપની સારવારમાં અસરકારક છે

ગુલાબજળમાં ઘણા બધા એન્ટિ-ઇન્ફેક્શન ગુણો પણ હોય છે, જેની મદદથી ઘણા પ્રકારના બેક્ટેરિયા અને ફૂગના વિકાસની ગતિને ધીમી કરી શકાય છે. આ સાથે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ ઉત્તેજિત કરે છે, જે ચેપ સામે લડવામાં મદદ કરે છે. જો કે, ગુલાબજળના ઉપરોક્ત ફાયદા સામાન્ય રીતે થોડા અભ્યાસો અને ઘરગથ્થુ ઉપચારો પર આધારિત છે અને દરેક વ્યક્તિ માટે તેની અસર અલગ-અલગ હોઈ શકે છે.

ગુલાબજળની આડ અસરો

તમારી ત્વચા અથવા આંખો પર ગુલાબજળનો ઉપયોગ સામાન્ય રીતે દરેક માટે સલામત છે. જો કે, કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે અને તેઓ તેના સંપર્કમાં આવતાની સાથે જ તેમની ત્વચામાં નીચેના લક્ષણો આવવા લાગે છે –

બર્નિંગ
સોજો
લાલાશ
ખંજવાળ

તેથી સૌ પ્રથમ ત્વચા પર થોડી માત્રામાં લગાવો અને થોડા કલાકો રાહ જુઓ. જો તમને ઉપરોક્તમાંથી કોઈ પણ લક્ષણો ન જણાય તો તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Health Care : જાણો કયા ડ્રાયફ્રૂટ્સ પલાળીને ખાવાથી મળે છે સ્વાસ્થ્યને અઢળક ફાયદા

બાળકોને નિયમિત સૂર્યનમસ્કાર કરાવવાના મળશે આશ્ચર્યજનક પરિણામ, શરીર પર થશે સકારાત્મક અસર

Next Article