માતા-પિતાની આ 5 ખરાબ આદતો તેમને તેમના બાળકોથી કરી શકે છે દૂર, જલ્દી સુધારો આ આદતો

|

Jul 05, 2022 | 9:58 PM

Parenting Tips: બાળકોના સારા ઉછેરમાં જ્યાં માતા-પિતાનો હાથ હોય છે, ત્યાં બાળકોના ઉછેરમાં રહી ગયેલી ખામીઓની જવાબદારી પણ માતા-પિતાની હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ બાળકો સાથે થોડી સમજદારીથી વર્તન કરવું જોઈએ.

માતા-પિતાની આ 5 ખરાબ આદતો તેમને તેમના બાળકોથી કરી શકે છે દૂર, જલ્દી સુધારો આ આદતો
Parents Bad Habits
Image Credit source: File Photo

Follow us on

Parenting Tips: બાળકોના સારા ઉછેરમાં જ્યાં માતા-પિતાનો હાથ હોય છે, ત્યાં બાળકોના ઉછેરમાં રહી ગયેલી ખામીઓની જવાબદારી પણ માતા-પિતાની હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ બાળકો સાથે થોડી સમજદારીથી વર્તન કરવું જોઈએ. ઘણી વખત બાળકો પણ માતાપિતાની ખરાબ આદતોનો શિકાર બને છે. શરૂઆતમાં બાળકો તેમના માતાપિતાને અવગણે છે અને તેમનાથી અલગ થવાનું શરૂ કરે છે. તે બાદ, બાળકો તેમના માતાપિતાથી (Parenting) વસ્તુઓ છુપાવવાનું શરૂ કરે છે. જેથી, દરેક માતાપિતાએ આવી ભૂલો કરવાથી બચવું જોઈએ, જે તેમને તેમના બાળકથી દૂર કરી શકે છે તો ચાલો જાણીએ માતા-પિતાની એ 5 ખરાબ આદતો વિશે જે તેમને તેમના બાળકોથી અલગ કરી શકે છે.

1. બાળકો સાથે વાત કરતી વખતે લેપટોપ અને મોબાઈલનો ઉપયોગ કરવો

બાળકો દિલથી ખૂબ જ ભોળા હોય છે. તેથી, તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે જે પણ કરશો તેની સીધી અસર તમારા બાળકો પર પણ પડશે. જેમ કે બાળકો સાથે વાત કરતી વખતે લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ કરવો. તમારા બાળકની સામે વારંવાર ઉપકરણોનો ઉપયોગ કરવાથી તમારા અને બાળકની વચ્ચે એક દિવાલ બને છે જે તમને તેમનાથી અલગ કરે છે. તેમને લાગશે કે તમે તેમને સમય આપતા નથી, તેમની વાત સાંભળતા નથી અને પોતાના જ સમયની ચિંતા કરે છે.

2. તેમના માટે જરૂરિયાતના સમયે ઉપલબ્ધ રહેતા નથી

બાળકો માટે તેમના માતા-પિતાની દરેક વસ્તુ ખૂબ મહત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં જ્યારે બાળકોને તમારી જરૂર હોય છે અને તમે તેમના માટે ઉપલબ્ધ નથી રહેતા, ત્યારે તે બાળકના મનમાં તમારા માટે ઉદાસી અને ગુસ્સાનો ભાવ ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં તમારે બાળકો માટે થોડો સમય કાઢવો જોઈએ. તેમના દરેક ખાસ દિવસોમાં તેમની સાથે રહો. આ તમને બાળકની સાથે જોડશે.

આ પણ વાંચો

3. દર વખતે બાળકોમાં ખામીઓ શોધવી

એ વાતમાં કોઈ શંકા નથી કે બાળકના ખરાબ વર્તનને સુધારવું અને ઠપકો આપવો એ તેમના ઉછેરનો એક ભાગ છે. પરંતુ તમારું હંમેશા નેગેટિવ અને ફરિયાદી વલણ તેમને બળવાખોર અને ગુસ્સે કરી શકે છે. જ્યારે તમે બાળકમાં ફક્ત ખામીઓ શોધવાનો પ્રયાસ કરો છો, ત્યારે બાળકો માતાપિતાથી અલગ થઈ જાય છે.

4. માતાપિતા તેમના પોતાના બાળકો વચ્ચે ભેદભાવ કરે છે

જ્યારે માતાપિતા પોતાના સંતાનોની બીજા બાળકો સાથે તુલના કરે છે, એ બાબત પણ બાળકોમાં માતાપિતા પ્રત્યે ઘૃણા ઉભી કરે છે, જેથી શક્ય હોય તો તેનાથી બચવુ જોઈએ.

5. બાળકને બોલવાનો મોકો આપો

બાળકને એવા પ્રશ્નો ન પૂછો જેનો જવાબ ફક્ત હા કે ના માં જ આવી શકે, તેની જગ્યાએ એવી રીતે સવાલ પૂછો જેનો જવાબ બાળક વિસ્તારથી આપી શકે, જેના કારણે તમારું બાળક સાથે ઈન્ટરેક્શન વધશે.

Next Article