Health Tips : ઘણી છોકરીઓને લાંબા અને શાનદાર આકારના નખ પસંદ હોય છે. તે તમારા હાથની સુંદરતા વધારવાનું કામ કરે છે. આજકાલ કૃત્રિમ નખ (Nail) પર નેઇલ આર્ટ કરવાનો ટ્રેન્ડ ઘણો લોકપ્રિય છે. પરંતુ કેટલાક લોકો તેમના નખ તોડી નાખે છે. આ કારણે, તેમના નખનો સંપૂર્ણ આકાર થતો નથી.
શું તમે વિચાર્યું છે કે, નખ (Nail) તૂટવા પાછળનું કારણ શું હોઈ શકે? જો નહીં, તો અમે તમને જણાવીશું નખ તૂટવા પાછળનું કારણ શું હોય છે. હોર્મોનલ કારણો હોઈ શકે છે. આ સિવાય પોષણની ઉણપ પણ હોઈ શકે છે.
આપણે ઘણી વખત આપણા નખ પર ધ્યાન આપતા નથી. નરમ, નબળા નખ સરળતાથી તૂટી જાય છે. પરંતુ કદાચ તમે નથી જાણતા કે, નખ જોવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે ખબર પડે છે. એટલા માટે એ મહત્વનું છે કે, તમે તમારા નખનું ખાસ ધ્યાન રાખો. કામ કરતી વખતે અથવા વાસણ સાફ કરતી વખતે નખ (Nail) ને નુકસાન પહોંચે છે. એટલા માટે એ મહત્વનું છે કે, તમે નખને સ્વસ્થ અને હેલ્ધી રાખો.
જો તમારા નખ વારંવાર તૂટી જાય છે અને લંબાઈ વધી શકતી નથી. તો અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ. આ ટિપ્સને ફોલો કરો નખ મજબૂત બની શકે છે.
હાઇડ્રેટેડ રહો
જો તમે પૂરતું પાણી પીતા નથી, તો શરીર (Body) માં પાણીનો અભાવ હોઈ શકે છે. તેની અસર તમારા નખમાં દેખાય છે. તમારા નખ (Nail) નબળા પડી જાય છે અને તૂટી જાય છે. તંદુરસ્ત અને મજબૂત નખ માટે પૂરતું પાણી પીવો. પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે.
ટૂંકા નખ રાખો
જ્યારે તમારા નખ લાંબા હોય છે, ત્યારે તે સરળતાથી તૂટી જાય છે. તેથી તે વધુ સારું છે કે, તમે તમારા નખ ટૂંકા રાખો. ટૂંકા નખની જાળવણી કરવી સરળ છે. ટૂંકા નખમાં ગંદકી એકઠી થતી નથી અને તે તમારા સ્વાસ્થ્ય (Health) માટે પણ ફાયદાકારક છે.
કૃત્રિમ નખ લગાવવાનું ટાળો
જેલ અને કૃત્રિમ નખ (Nail) દેખાવમાં સ્ટાઇલિશ અને સુંદર લાગે છે. પરંતુ તેને કારણે વાસ્તવિક નખને નુકસાન થાય છે. તેથી, જેલ અથવા કૃત્રિમ નખ ટાળવા જોઈએ. આમ કરવાથી, નખ વધુ અસ્વસ્થ અને નબળા બની જાય છે, જેના કારણે તે ઝડપથી તૂટી જાય છે.
નખ મોશ્ચરાઈઝ કરો
નખને મોશ્ચરાઈઝ રાખવા માટે હાથમાં લગાવવાની ક્રીમનો ઉપયોગ કરો. વારંવાર હાથ ધોવા અથવા સફાઈ કામને કારણે તમારા નખ નબળા થઈ જાય છે. તેથી જ્યારે પણ તમે તમારા હાથ ધોઈ લો તેમને વારંવાર મોઇશ્ચરાઇઝ (Moisturize) કરતા રહો.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચો : Health Tips : શું તમને વધુ કૉફી પીવાની આદત છે, વાંચો તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે ?